Home News Update વિધાનસભામાં કોંગ્રેસે વિપક્ષના નેતા અને ઉપનેતાની કરી પસંદગી…

વિધાનસભામાં કોંગ્રેસે વિપક્ષના નેતા અને ઉપનેતાની કરી પસંદગી…

0

Published by : Rana Kajal

  • વિપક્ષના નેતાપદે અમિત ચાવડા અને ઉપનેતાપદે શૈલેષ પરમાર

ગુજરાત વિધાનસભામાં આખરે વિપક્ષના નેતા અને ઉપનેતાના નામ જાહેર કરી દેવાયા છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા વિપક્ષ નેતા તરીકે અમિત ચાવડા અને ઉપનેતા તરીકે શૈલેષ પરમારની પસંદગી કરવામાં આવી છે.   અમદાવાદની દાણીલીમડા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ પરમારે ભાજપના ઉમેદવાર નરેશ વ્યાસને હરાવી જીત હાંસલ કરી હતી. જ્યારે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આંકલાવ વિધાનસભા બેઠક પર ભાજપના ગિલાબસિંહ પઢીયારને હરાવીને જીત હાંસલ કરી હતી. અમિતસિંહ ચાવડાનો મધ્ય ગુજરાતમાં ભારે દબદબો રહ્યો છ. ત્યારે ગુજરાત વિધાનસભામાં તેમણે મહત્વના પદ પર તેમની પસંદગી કરવામાં આવી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version