ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડધમ વાગી ગયા છે. ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. એવામાં ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય ટ્રાયબલ પાર્ટીએ નીતિશ કુમારની પાર્ટી JDU સાથે ગઠબંધનની જાહેરાત કરી દીધી છે. છોટુ વસાવાની હાજરીમાં બીટીપીના પ્રદેશ અધ્યક્ષ અને જનતા દળના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વચ્ચે બેઠક યોજી હતી. જે બાદ છોટુ વસાવાએ જેડીયું અને બિટીપી ભેગા થઈને ચૂંટણી લડશે એવો મોટો ખુલાસો કર્યો છે. છોટુ વસાવાએ કહ્યું કે, જેડીયુના મદદથી અમે ચૂંટણી લડીશું. આગામી દિવસોમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ચૂંટણીનો પ્રચાર કરવા માટે ગુજરાત આવશે. તો સાથે મળીને નવી યાદી જાહેર કરીશું.