- ગૂજરાત નાં પુર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા એ રામ મંદિર અંગે અત્યંત વિવાદિત નિવેદન આપતા રાજકારણ માં ગરમાવો આવી ગયો છે….
હાલ ગુજરાતમાં વિધાન સભાની ચુંટણી સાવ નજીક આવી ગઇ છે ત્યારે ગુજરાતનાં પુર્વ મુખ્ય મંત્રી શંકર સિંહ વાઘેલાએ રામ મંદિર અંગે વિવાદિત નિવેદન આપ્યું હતુ. શંકરસિંહ બાપુના નિવેદનથી રાજકારણ ગરમાયું હતું. શંકર સિંહ વાઘેલાએ જણાવ્યુ હતુ કે,રામ ટેન્ટમાં રહે કે મંદિર, તેનાથી કોઈ ફરક પડતો નથી..ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકારણ ગરમાઈ રહ્યું છે. ગુજરાતમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે હવે રામ મંદિરની એન્ટ્રી થઈ ગઇ છે. ભાજપ મંદિરને લઈને માર્કેટિંગ કરે છે. ફરક એ વાતથી પડે છે કે ગરીબોને ભોજન અને રોજગાર મળે છે કે નહીં? આ મહત્વનું છે. ચૂંટણીના માહોલ વચ્ચે રામ મંદિરને લઈને શંકરસિંહ વાઘેલાના આ નિવેદન પર ભારતીય જનતા પાર્ટી લાલઘુમ થઈ ગઈ છે.