Published by : Rana Kajal
આમ આદમી પાર્ટીના નેતા અને વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજાની શુક્રવારે ભાવનગર પોલીસે કથિત ડમી પરીક્ષાર્થી કાંડના આરોપીઓનાં નામ છતાં ન કરવા માટે ખંડણી વસૂલ્યાના આરોપસર ધરપકડ કરી હતી.
યુવરાજસિંહ જાડેજા અગાઉ ઘણી વખત સરકારી નોકરી માટેની ‘સ્પર્ધાત્મક પરીક્ષા’માં કથિત ગેરરીતિ અંગે ખુલાસા કરીને ચર્ચામાં આવતા રહ્યા છે. જેના વિરોધમાં આજે સોમવારે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ આપે યુવરાજસિંહને જેલમુક્ત કરી ડમી કાંડમાં ખરા દોષીઓને પકડવા માંગણી કરી હતી. ભાજપ સરકાર ખોટી રીતે યુવરાજસિંહને ફસાવી રહી હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. આવેદન પત્ર આપતી વેળા ભરૂચ આપના નેતા પિયુષ પટેલ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.