Published by: Rana kajal
આધાર કાર્ડ અપડેટ કરવા ની અંતીમ તારીખ 14 જૂન હતી હવે આ તારીખ લંબાવીને તા.14 સપ્ટેમ્બર કરવામા આવી છે આવનાર તા.14 સપ્ટેમ્બર સુધી વિના મૂલ્યે આધાર કાર્ડ અપડેટ કરી શકાશે…અત્રે નોંધવું રહ્યું કે આધારકાર્ડમાં નામ, સરનામું, જન્મતારીખ અપડેટ કરવા માટે અગાઉ તા.14 જૂન છેલ્લી તારીખ હતી પરંતુ હવે યુઆઇડીએઆઇ એ આ તારીખ લંબાવી તા.14 સપ્ટેમ્બર કરવામા આવી છે. તેથી આવનાર ત્રણ મહિના સુધી આધાર કાર્ડમાં નામ, સરનામુ, જન્મ તારીખ અપડેટ કરી શકાશે. ઓળખ અને સરનામાના દસ્તાવેજ ઓનલાઇન અપડેટ અને અપલોડ કરી શકાશે જૉકે સી એસ સી પર અપડેટ માટે હમેશની જેમ રૂપિયા 25 ફી ભરવાની રહેશે..