- ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને વધુ વજનના કારણે મહિલા કુસ્તી 50 કિલોગ્રામમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી…
Published By : Aarti Machhi
આજે પેરિસ ઓલિમ્પિક 2024નો 12મો દિવસ એટલે કે 7મી ઓગસ્ટ છે. ભારતે અત્યાર સુધીમાં 3 મેડલ જીત્યા છે. પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલા કુશ્તી 50 કિગ્રા ઈવેન્ટની ફાઈનલ મેચ પહેલા રેસલર વિનેશ ફોગાટને મોટો ઝટકો લાગ્યો છે. વધારે વજનના કારણે તેને ફાઈનલ પહેલા અયોગ્ય ઠેરવવામાં આવી છે. મંગળવારે, સેમિફાઇનલમાં વિનેશ ફોગાટએ ક્યુબાની લોપેઝ ગુઝમેનને 5-0થી હાર આપી હતી. તે ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ મહિલા રેસલર બની હતી.
ફાઇનલમાં વિનેશનો મુકાબલો અમેરિકાની સારાહ એન હિલ્ડેબ્રાન્ડ સામે થવાનો હતી. આ અમેરિકન રેસલરે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ પણ જીત્યા છે. આ મેચ મોડી રાત્રે 12:30 વાગ્યે (8 ઓગસ્ટ) રમાશે. ફાઇનલમાં ક્વોલિફાય થયા બાદ વિનેશે તેની માતા સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી ગોલ્ડ જીતવાનું વચન આપ્યું હતું. જોકે હવે તે આ સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ છે.