Published By:-Bhavika Sasiya
- પ્રદિપસિંહ વાઘેલા પર કમલમમાં પ્રવેશવા પર લાગ્યો પ્રતિબંધ…, માગી લેવાયું રાજીનામુ…
- ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પર આક્ષેપ કરતી પત્રિકાના ઘેરા પ્રત્યઘાત પડી રહ્યા છે.
વડોદરા અને સુરત બાદ હવે અમદાવાદમાં પત્રિકા વિવાદ શરૂ થયો છે. ત્યારે પત્રિકા વિવાદમાં પ્રદીપસિંહનું નામ પણ જોડાયું છે ભાજપના મહામંત્રી પ્રદિપસિંહ વાધેલા વિરુદ્ધ પત્રિકાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. પ્રદીપસિંહ વાઘેલા ગુજરાતનાં એક મોટા કથિત જમીન કૌભાંડમાં પણ સપડાયા છે. જેના કારણે પ્રદિપસિંહ છેલ્લાં કેટલાંક સમયથી કમલમમાં જણાયા કે દેખાયા નથી.
ચર્ચા તો એવી પણ ચાલી રહી છે કે પ્રદીપસિંહની ફરિયાદ છેક PMO સુધી થતા પાર્ટીએ તેમને ફરજિયાત વનવાસે મોકલી દેવાના આદેશ પણ કર્યા છે. એટલું જ નહીં સૂત્રો એવું પણ જણાવી રહ્યા છે કે પ્રદીપસિંહને ભાજપના રાજ્ય સ્તરના કાર્યાલય કમલમમાં પ્રવેશવા નહી દેવા માટે પણ સ્પષ્ટ સુચના આપી દેવામાં આવી છે.તે સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સૂરતમાં જે પેનડ્રાઇવ વહેંચવામાં આવી હતી તેમાં પણ પ્રદિપસિંહનું નામ શંકાના ઘેરામાં છે. જેના કારણે પક્ષ દ્વારા કડક નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના અને એક મોટા જમીન કૌભાંડમાં દિલ્હીના દરબારથી પ્રદિપસિંહ વાઘેલાં સામે કાર્યવાહી કરાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
સાથેજ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના સત્તાધારી પક્ષ ભાજપમાં પક્ષપ્રમુખથી માંડીને અલગ અલગ હોદ્દેદારો વિરુદ્ધ પત્રિકા યુદ્ધ શરૂ થયા બાદ પક્ષના આંતરિક વિખવાદમાં હવે નવું એક પ્રકરણ ઉમેરાયું છે. સત્તાધારી પક્ષમાં મહત્ત્વની જવાબદારી સંભાળી રહેલા નેતાના એક શૈક્ષણિક અગ્રણી સાથેના કૌભાંડોમાં અમદાવાદ પોલીસે સૂચના આધારે પૂછપરછ કરી કૌભાંડો અંગે માહિતી મેળવી હોવાનો ગણગણાટ શરૂ થયો છે. શહેરના રાજકીય વર્તુળમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, ભાજપમાં એક મહત્વની જવાબદારી સંભાળી રહેલા યુવાનેતાએ એક પૂર્વ શૈક્ષણિક અગ્રણીને તેમના કાર્યકાળ દરમિયાન ઘણા કોન્ટ્રાક્ટ અને વિકાસના નામે કામ કરાવ્યાં હતા. જેમાં ગેરલાયક લોકોને પણ કામ અને સત્તા સોંપીને મોટો ભ્રષ્ટાચાર કરાયો હતો. આ સાથે જમીન કૌભાંડની પણ ચર્ચા ચાલી રહી છે. હવે થોડા સમય પહેલાં જ આ યુવા નેતા વિરૂદ્ધ પત્રિકા યુદ્ધ શરૂ થયું હતું જેમાં ગંભીર આક્ષેપ કરાયા હતા.
આ પત્રિકામાં થયેલા આક્ષેપોને લઇને શહેર પોલીસની એક વિશેષ ટીમ પૂર્વ શૈક્ષણિક અગ્રણીને પાંચેક કલાક પોતાની ઓફિસમાં બેસાડીને પૂછપરછ કરી હતી. આ પૂછપરછ પણ યુવા નેતાના કહેવાથી જ થઈ હોવાની ચર્ચા છે. જેની જાણ ગાંધીનગરથી માંડીને દિલ્હી સુધી થતા રાજ્ય પોલીસના કોઈ સિનિયર અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા.જૉકે પ્રદિપસિંહ વાઘેલાએ હાલમાં જ જણાવ્યું છેકે મેં કોઈ રાજીનામું આપ્યું નથી.”