Published by : Rana Kajal
- દિલ્હીની લોકસભાની ત્રણ બેઠકોના બનાવાયા પ્રભારીઓ… તેમજ આઉટરીચના સુપરવાઈઝર બનાવાયા..
વિવાદિત એવા ગુજરાતના પુર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીને ભારતીય જનતા પાર્ટી દ્વારા દિલ્હીની ત્રણ લોકસભાની બેઠકોના પ્રભારી અને આઉટરીચના સુપરવાઈઝર બનાવતા આશ્ચર્ય ફેલાયું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જેમની પર ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હોય તેમને મહત્વની જવાબદારી સોંપવામાં આવતી નથી. પરંતું હવે ભાજપ પણ ભ્રષ્ટાચારના આક્ષેપ હોય તેવાને પણ મહત્વની તકો આપવાની શરુઆત કરવામા આવી છે… પાંજરાપોળ જમીન ભ્રષ્ટાચારના જેમની પર સીધા અને સ્પષ્ટ આક્ષેપો કરવામા આવી રહ્યા છે. તેવા ગુજરાતનાં પુર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીને ભારતીય જનતા પાર્ટીએ અગાઉ પંજાબના પ્રભારી બનાવવામાં આવ્યા હતાં. અને હવે વિજય રૂપાણીને દિલ્હીની લોકસભાની ત્રણ બેઠકો માટેના પ્રભારી બનાવાયા છે . સાથેજ આગામી 30 મેથી શરૂ થનારા ભાજપના ભવ્ય જનસંપર્ક અભિયાનમાં આઉટરીચ પ્રોગ્રામના સુપરવાઈઝર બનાવી મોટી જવાબદારી સોંપવામાં આવી છે.આ બાબતે લોકચર્ચા ચાલી રહી છે કે હવે ભાજપ પણ ભ્રષ્ટાચારના આક્ષેપો ધરાવનારા ઓને તક આપી રાજકીય સમાધાન કરી રહી છે .