Published by: Rana kajal
- દિલ્હી પોલીસે 1500 પાનાની ચાર્જશીટ રજૂ કરી… તા. 22 જૂનના રોજ થશે સુનાવણી…
મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીની છ ફરિયાદ પૈકી ચારમાં ફોટોગ્રાફિક પુરાવા અને ત્રણ કેસમાં વીડિયો પુરાવા ના આધારે પોલીસે ચાર્જ શીટ રજૂ કરી ચાર્જશીટમાં દરેક ફરિયાદનો અલગથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે…લાંબા સમયથી વિવાદીત બનેલ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પર લાગેલા યૌન ઉત્પીડનના આરોપોને લઈને દિલ્હી પોલીસે કોર્ટમાં પોતાની ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીની છ ફરિયાદોમાંથી ઓછામાં ઓછી ચારમાં ફોટોગ્રાફિક પુરાવા અને ત્રણ કેસમાં વીડિયો પુરાવા ટાંકવામાં આવ્યા છે. તા 15 જૂન ના રોજ દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણ શરણ વિરુદ્ધ 1500 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. મહિલા કુસ્તીબાજોએ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતીય સતામણી, હુમલો અને પીછો કરવાની ગંભીર ફરિયાદ નોંધાવી હતી. હવે આ મામલે 22 જૂને કોર્ટમાં સુનાવણી થશે.
આ સિવાય દિલ્હી પોલીસે પોસ્કો સંબંધિત કેસમાં એક અલગ ચાર્જશીટ પણ દાખલ કરી હતી, જેમાં બ્રિજ ભૂષણ સામેનો કેસ રદ કરવાનું કહેવામાં આવ્યું છે, કારણ કે સગીર ફરિયાદીએ મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું હતું.1500 પાનાની ચાર્જશીટમાં દરેક ફરિયાદનો અલગથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. છ કુસ્તીબાજોએ પોતાની ફરિયાદમાં અનેક ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. દરેક ફરિયાદમાં સાક્ષીઓ, ફોટા અથવા વીડિયો હોવાનો દાવો કરવામાં આવે છે. ચાર કેસમાં ફોટો પુરાવા મૂકવામાં આવ્યા છે. અધિકારીએ કહ્યું કે આ તસવીરો મેડલ એવોર્ડ સેરેમની, ગ્રુપ ફોટો અને અન્ય ઈવેન્ટની છે. કેટલાક ફોટા કુસ્તીબાજો દ્વારા આપવામાં આવ્યા હતા જ્યારે અન્ય સ્રોતોમાંથી હસ્તગત કરવામાં આવ્યા હતા. પોલીસ ટીમે તપાસ દરમિયાન 200 થી વધુ સાક્ષીઓના નિવેદનો લીધા હતા, પરંતુ ફક્ત તે જ નિવેદનો જે સંબંધિત છે અને આરોપોને સમર્થન આપે છે તે જ ચાર્જશીટમાં સામેલ કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસની ચાર્જશીટમાં છ કુસ્તીબાજોની જુબાની, 70-80 સાક્ષીઓના નિવેદનો અને ટેકનિકલ પુરાવા જેવા કે ફોટા, વીડિયો અને કોલ ડિટેઈલ રેકોર્ડનો સમાવેશ થાય છે. સૂત્રોએ ટાંક્યું છે કે પોલીસે ફરિયાદોને સમર્થન આપવા માટે ફોટો અને વીડિયો પુરાવા ટાંક્યા છે.ઍક અહેવાલ મુજબ ચાર્જશીટમાં પ્રત્યક્ષદર્શીઓ, સહભાગીઓ, રેફરી અને ટુર્નામેન્ટના સ્ટાફના નિવેદનો સામેલ છે. વધુ સાક્ષીઓ અથવા તેને લગતા અન્ય પુરાવા મળવા પર કેસમાં એક અલગ પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. એમ જાણવા મળેલ છે