જ્યારથી દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણનું ગીત બેશર્મ રિલીઝ થયું છે ત્યારથી દેશમાં બબાલ જોવા મળી રહી છે. આ વિવાદ વચ્ચે ગુરૂવારે ફિલ્મનું બીજું ગીત રિલીઝ થવાનું છે.JHoom Jo Pathaan: શાહરૂખ ખાન (Shahrukh Khan) અને દીપિકા પાદુકોણની (Deepika Padukone) મચઅવેડેટ ફિલ્મ પઠાણ (Pathaan) ની દર્શકો આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. તો આ ફિલ્મનું પહેલું ગીત બેશર્મ રંગ (Besharam Rang) રિલીઝ થયું છે, ત્યારથી ફિલ્મને લઈને ખુબ બબાલ થઈ રહી છે. ગીતમાં શાહરૂખ અને દીપિકાનો સિઝલિંગ અવતાર દરેકનો હોશ ઉડાવી રહ્યો છે. આ વિવાદ વચ્ચે હવે દીપિકા અને શાહરૂખ ખાન નવું ગીત લઈને આવી રહ્યાં છે જેનું ટાઈટલ છે- ઝુમે જો પઠાણ (Jhoome Jo Pathaan). ગીતનો ફર્સ્ટ લુક ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હવે પઠાણના બીજા ગીતને લઈને પણ ફેન્સ વચ્ચે આતૂરતા વધી ગઈ છે.
આ દિવસે થશે રિલીઝ આ પહેલા 12 ડિસેમ્બરે પઠાણનું પ્રથમ ગીત બેશર્મ રંગ રિલીઝ થયું જેમાં દીપિકા પાદુકોણની ઓરેન્જ બિકિની પર ખુબ બબાલ થઈ રહી છે. આ સિવાય કેટલાક લોકોને અભિનેત્રીના હોટ ડાન્સ મૂવ્સને લઈને પણ વિરોધ રહ્યો છે. કેટલાક લોકોએ ગીતમાં દીપિકાની બિકિનીના રંગને ધર્મ સાથે જોડી દીધુ અને તેને ભગવા બિકિની ગણાવી દીધી. એટલું જ નહીં આ ગીતને કારણે લોકો સોશિયલ મીડિયા પર ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ ઉઠાવવા લાગ્યા હતા. આ વચ્ચે પઠાણનું બીજુ ગીત ઝૂમે જો પઠાણ 22 ડિસેમ્બર એટલે કે ગુરૂવારે રિલીઝ થવાનું છે.
આ પણ વાંચોઃ આ દિવસે થશે પઠાણથી સામનો નવું ગીત ઝૂમે જો પઠાણના ફર્સ્ટ લુકે ઈન્ટરનેટ પર આગ લગાી દીધી છે. દીપિકા અને શાહરૂખ એકવાર ફરી શાનદાર લુકમાં જોવા મળી રહ્યાં છે. હવે સોશિયલ મીડિયા પર ઝૂમે જો પઠાણ (#JhoomeJoPathaan) ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તો વાત કરીએ ફિલ્મ પઠાણની તો સિદ્ધાર્થ આનંદના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ 25 જાન્યુઆરી 2023ના સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ, શાહરૂખ ખાન અને જોન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.