Published By : Parul Patel
બ્રિક્સમાં સામેલ દેશો બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાએ એક મહત્વનો નિર્ણય લઈ વિશ્વના અર્થ તંત્રમાં ડોલરના વર્ચસ્વ ઘટાડવાનો નિર્ણય કર્યો છે, સાથેજ જે તે દેશોના સ્થાનિક ચલણનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય વેપારમાં કરવાં નિર્ણય કર્યો છે.
તાજેતરમાં તહેરાન ખાતે બ્રિક્સના સભ્ય દેશોની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના વિદેશ મંત્રીઓ ઉપસ્થીત રહ્યા હતા. આ બેઠકમાં બદલાતી વિશ્વની અર્થ વ્યવસ્થાની પરિસ્થિતિ વચ્ચે ડોલરના પ્રભાવનો અંત અને જે તે દેશના સ્થાનીક ચલણને ઉત્તેજન આપવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.