Published by : Rana Kajal
સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યુએસ કોન્સ્યુલેટ પર આત્મઘાતી હુમલો કરાયો… બેના મોત નીપજ્યા…. હાલ જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ ચાલી રહ્યું છે અને સિરિયામાં અમેરિકા દ્વારા જે કાયૅવાહી કરવામાં આવી છે જેની અસર વિશ્વના રાજકારણ પર પડી રહી છે ત્યારે સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં સ્થિત યુએસ કોન્સ્યુલેટ પર આત્મઘાતી હુમલો થયો છે. તેના પગલે હવે દૂતાવાસોની સુરક્ષા પર મોટો પ્રશ્ન ઉઠયો છે. આ હુમલામાં બેના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે દૂતાવાસની ઇમારત પર હુમલો કરનાર હુમલાખોરનું પણ ક્રોસફાયરમાં મોત થયું હતું. તે જ સમયે, એક સુરક્ષાકર્મીનું પણ મૃત્યુ થયું હતું.
આ અંગે વિગતે જોતા અમેરિકન વાણિજ્ય દૂતાવાસની સામે ગોળીબારની ઘટના અંગે મક્કા પોલીસે જણાવ્યુ હતુ કે આ ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તેમજ હુમલાખોરની ઓળખ હજુ સુધી થઈ નથી. આ હુમલો બુધવારે સાંજે 6.45 કલાકે થયો હતો. જેદ્દાહમાં યુએસ કોન્સ્યુલેટની બિલ્ડિંગ પાસે કારમાં એક વ્યક્તિ આવ્યો હતો. આ વ્યક્તિના હાથમાં બંદૂક હતી. કારમાંથી બહાર નીકળતાની સાથે જ આ વ્યક્તિએ ગોળીઓ ચલાવવાનું શરૂ કરી દીધું હતું. આવી સ્થિતિમાં, સુરક્ષા કર્મચારીઓને સ્વસ્થ થવાની વધુ તક મળી ન હતી, પરંતુ પરિસ્થિતિ અનુસાર, સુરક્ષા અધિકારીઓએ તેનો સામનો કરવા માટે તાત્કાલિક પગલાં લીધાં. આ કાર્યવાહીમાં સુરક્ષાદળોએ હુમલાખોરને ઠાર માર્યો હતો. જૉકે સમગ્ર વિશ્વમાં પડઘા પડે તેવી સંભાવના છે. પોલીસ આ ઘટનાની તલસ્પર્શી ધોરણે તપાસ કરી રહી છે અને સાઉદીની રાષ્ટ્રીય સંસ્થાઓએ પણ આ હુમલાને લઈને સઘન તપાસ હાથ ધરી છે. અમેરિકાએ પણ આ મુદ્દે સાઉદીનો સંપર્ક સાધ્યો છે અને આ ઘટનાની તપાસ માટે તેની એજન્સીઓને કામે લગાડી છે. જોકે આ હુમલાને સીરિયામાં અમેરિકાની કાર્યવાહી સાથે કોઈ સંબંધ છે કે નહી તે જોવામાં આવી રહ્યુ છે. આ સિવાય હાલમાં ચાલતા ચાલતા યુક્રેન અને રશિયાના યુધ્ધ ના અનુસંધાને પણ આ બનાવ અંગે બારીકીથી ચકાસણી કરવામાં આવી રહી છે