Published by : Rana Kajal
ગુજરાતના શકિતપીઠ એવા અંબાજી મંદીર ખાતે આજે તા.20ના એપ્રિલના ગુરુવારે વિશ્વના સૌથી મોંઘા અને સૌથી મોંઘા શ્રી યંત્રની સ્થાપના કરવામાં આવશે… બનાસકાંઠાના વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરની પ્રતિષ્ઠામાં વધુ એક યશ કલગી ઉમેરો થઈ રહયો છે.વિશ્વનું સૌથી મોટું અને મોંઘું “શ્રી યંત્ર” શક્તિપીઠ અંબાજીમાં સ્થાપિત થશે. આજે તા.20 એપ્રિલના ગુરુવારે જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા અંદાજીત રૂ 1 કરોડના ખર્ચે પંચ ધાતુમાંથી નિર્મિત દિવ્ય અને ભવ્ય શ્રી યંત્ર મા અંબાને અર્પણ કરવામાં આવશે. આજે જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલ મેરુ શ્રી યંત્રની પૂજા કરી ચારધામ યાત્રાને પ્રસ્થાન કરાવશે. શ્રી યંત્રના નિર્માણમાં કોઈ વિઘ્ન ન આવે એ માટે જય ભોલે ગ્રુપ અમદાવાદ 11 હજાર કિ.મી.ની ચારધામની યાત્રા કરશે. અત્રે નોંધવું રહ્યું કે શકિતપીઠ અંબાજી માતાનુ મંદિર વિશ્વ પ્રસિધ્ધ હોય આ મંદિર ખાતે રોજ હજારો ભક્તો માતાજીના દર્શન અર્થે આવે છે તેમા પણ નવરાત્રીના દિવસોમાં ભકતોની સંખ્યામા અનેકગણો વધારો થાય છે. આવા પ્રસિધ્ધ મા અંબાના મદિર ખાતે અનોખા શ્રીયંત્રની સ્થાપના થતા મંદિરના ધાર્મિક આકર્ષણમાં ખુબ વધારો થશે.