Home International વિશ્વનું સૌથી મોટું રેલવે સ્ટેશન…એક સાથે 44 ટ્રેનો ઊભી રહી શકે છે…

વિશ્વનું સૌથી મોટું રેલવે સ્ટેશન…એક સાથે 44 ટ્રેનો ઊભી રહી શકે છે…

0

Published by: Rana kajal 

ન્યૂયોર્ક

વિશ્વનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન ઍક સાથે ઘણી બધી અજાયબી ધરાવે છે. આ વિશ્વનું સૌથી મોટું સ્ટેશન ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલ ન્યૂયોર્ક શહેરના મિડટાઉન મૈનહટ્ટનમાં 42મી સ્ટ્રીટ અને પાર્ક એવન્યૂમાં આવેલ છે. જેનું બાંધકામ 1901થી 1903 દરમિયાન થયું હતું.

એટલે કે લગભગ બે વર્ષ સુધી બાંઘકામ ચાલ્યુ હતું  આ ભવ્ય અને શાનદાર રેલ્વે સ્ટેશનને બનાવવા માટે આજથી 120 વર્ષ પહેલા દરરોજ 10 હજાર લોકો કામ કરતા હતા. આ જ કારણ છે કે, ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલ પોતાની વાસ્તુકલા અને ડિઝાઈન માટે સમગ્ર આજે પણ દુનિયામાં પ્રખ્યાત છે.

 ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલથી રોજ 1.25 લાખ મુસાફરો મુસાફરી કરે છે. દિવસભરમાં અહીં કુલ 660 ટ્રેન પસાર થાય છે. ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલ કુલ 48 એકરમાં ફેલાયેલ છે. આ રેલવે સ્ટેશન પર 44 પ્લેટફોર્મ બનેલા છે અહીં એક સાથે 44 ટ્રેન આવીને ઊભી રહે છે.

કેટલીય હોલીવૂડ ફિલ્મોમાં આ શાનદાર રેલ્વે સ્ટેશનને બતાવામાં આવ્યું છે. અહીં ફિલ્મોના શૂટિંગ થતાં રહે છે. સાથે જ સ્ટેશન પર બે અંડરગ્રાઉન્ડ લેવલ છે. અહીં એક ગુપ્તચર પ્લેટફોર્મ પણ છે, જે સ્ટેશનની એકદમ બાજુમાં આવેલ વોલ્ડોર્ફ એસ્ટોરિયા હોટલની નીચે આવેલ છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version