- વિશ્વમાં ગૂજરાતનાં ગૌરવમાં વધારો થશે…

કોરોના મહામારી અને યુક્રેન યુધ્ધ તેમજ અન્ય પરિબળોનાં પગલે વિશ્વમાં આશરે છેલ્લાં બે વર્ષ દરમિયાન સેમિકન્ડક્ટર એટલે કે ચીપની અછત થવાના કારણે ઍક અંદાજ મુજબ 500 અબજ ડોલર એટલે કે આશરે રૂ 40 લાખ કરોડ રૂપિયાનુ નુક્શાન થયુ હતું. હવે આ ચીપનાં ઉત્પાદન માટે ગૂજરાત મહત્વનું કેંદ્ર બનવા જઈ રહ્યું છે.

ગતરોજ તા 13 સપ્ટેમ્બરના દિવસે વેદાંતા – ફોકસકોન ગૃપ સાથે ગૂજરાતમાં રૂ 1.54 લાખ કરોડના ખર્ચે સેમિકન્ડક્ટર બનાવવા માટે ગૂજરાત સરકાર સાથે એમ.ઓ.યુ કરવામાં આવ્યા હતા. આ અંગે વિગતે જોતાં વેદાંતા ગૃપના ચેરમેન અનિલ અગ્રવાલે જણાવ્યું હતુ કે આવનાર બે વર્ષમાં ગુજરાત રાજ્યમાં ચીપનુ ઉત્પાદન શરૂ કરવામાં આવશે. જે અંગે પ્લાંટની સ્થાપના કરવા તા 14 સપ્ટેમ્બરના બુધવારથી કામગીરી શરુ કરવામાં આવશે મોટે ભાગે અમદાવાદ – ગાંધીનગર નજીક પ્લાન્ટ માટે જગ્યા નક્કી કરવામાં આવશે એમ પણ તેમણે જણાવ્યુ હતુ. આ અંગે ગુજરાત સરકારના પ્રવકતા જીતુ વાઘાણીએ પણ ટ્વીટ કરી જાણકારી આપી હતી…