ન્યુયોર્ક
- હવાનું પ્રદૂષણ ગર્ભસ્થ શિશુને પણ ભયંકર અસર પહોંચાડી શકે છે…
હાલ સમગ્ર વિશ્વ હવામાના વધતા જતા પ્રદૂષણ અંગે ચિંતિત છે ત્યારે ઍક સંશોધનનુ તારણ એવું આવ્યું છે કે હવાનું પ્રદૂષણ ગર્ભસ્થ શિશુને પણ ભયંકર વિપરીત અસર પહોંચાડી શકે છે. પહેલી વાર ગર્ભસ્થ શિશુના ફેફસાં અને મગજમાં ઝેરી પ્રદૂષણના કણ મળી આવ્યા હતા આ કણ માતાએ લીધેલ શ્વાસના કારણે ગર્ભસ્થ શિશુ સુઘી પહોંચ્યા હોવાનુ જણાયુ છે. માતાના શ્વાસમાં હવાના પ્રદૂષણના કારણે સમય પહેલા ડિલિવરી, ગર્ભપાત, જન્મ સમયે શિશુનુ ઓછું વજન વગેરે બાબતો બની શકે છે. લેન્સેટ પ્લેનેટરી હેલ્થ જનરલમાં આ ચોંકાવનારો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. સ્કોટલેન્ડ અને બેલ્જીયમમાં 7 થી 10 સપ્તાહના 36 ભ્રુણ પર અભ્યાસ કરતા માતાના શ્વાસમાં રહેલ હવામાંના પ્રદુષણની ગર્ભસ્થ શિશુ પર શું અસર થાય છે તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.