Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratવિશ્વમાં કદાચ પહેલી વખત યોજાશે વૃક્ષોની શોકસભા….વૃક્ષોને શ્રધાંજલિ આપવામાં આવશે…

વિશ્વમાં કદાચ પહેલી વખત યોજાશે વૃક્ષોની શોકસભા….વૃક્ષોને શ્રધાંજલિ આપવામાં આવશે…

  • કપાયેલાં વૃક્ષો જોઈને ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા ગ્રીન આર્મીના તુલસીકાકા
  • વિશ્વમાં કદાચ પહેલી વખત આજે તા 24ડિસેમ્બર નાં રોજ સુરત ખાતે વૃષોને શ્રધાંજલિ અર્પવા શોક સભાનુ આયોજન કરવામાં આવ્યું છે….

સુરતનાં ગ્રીનઆર્મીના સ્વયંસેવકો વરાછા વિસ્તારમાં રોજ વહેલી સવારે 50 વૃક્ષો રોપે છે, કોઈને નડે નહીં તેવી જગ્યાએ લોકોને પૂછીને આ કામગીરી થાય છે. ગ્રીન આર્મીના 300 યુવાનોની ટીમ આખું વર્ષ રોજ વહેલી સવારે 5થી 7 વાગ્યાના અરસામાં જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષારોપણ કરી રહ્યા છે. માત્ર વૃક્ષો રોપીને જ નહીં પરંતુ તે વૃક્ષોને સતત જતન કરવાનું અને નિયમિત રીતે તેની દેખરેખ રાખવાનું કામ પણ ગ્રીન આર્મી કરી રહી છે.ખૂબ જ મહેનતથી રોપેલા અને ઉછેરેલા આવા 11 વૃક્ષોનું સુરતનાં કિરણ ચોક વિસ્તારમાં કોઈએ છેદન કરી નાખતાં માત્ર ગ્રીન આર્મીની ટીમ જ નહીં પરંતુ આમજનતામાં પણ ભારે રોષ જોવા મળ્યો છે.

યોગીચોક નજીક કિરણ ચોક ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા
વૃક્ષારોપણની શરૂઆત કરનાર ટીમના અગ્રણી તુલસી માંગુકિયા સહિતના સભ્ય ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા. કોઈ મોટી દુર્ઘટના બની હોય અને પરિવારમાં અશુભ થયું હોય તેવું શોકનું મોજું ફરી વળ્યું હતું. વૃક્ષ છેદનનું કૃત્ય કરનારાઓ સામે પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો હતો તો બીજી બાજુ લાગણીસભર વાતાવરણમાં તા 24 ડિસેમ્બરને શનિવારે રાત્રે 8.30 કલાકે એક શોકસભાનું પણ આયોજન કરાયું છે.

સરથાણાના પીઆઈ વિરલ પટેલે જણાવ્યું હતું કે, ઘટનાને પગલે સ્થળ તપાસ કરી છે. વૃક્ષોના નિકંદન મામલે અરજી મળતા આ કૃત્ય કરનારાઓને ઝડપી પાડવા નજીકના તમામ CCTV ફૂટેજની ચકાસણી પણ કરાઇ છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!