Published by : Rana Kajal
- આગામી દિવસોમાં ઘઉંની અછત સર્જાય તેવી સંભાવના…
રશિયાએ ઘઉની નિકાસ પર નિયંત્રણ મૂક્યા છે. રશિયા વિશ્વમાં સૌથી મોટો ઘઉની નિકાસ કરતો દેશ છે. તેથી હવે યુક્રેન સાથેના રશિયાના યુદ્ધની અસર વિશ્વના અન્નના પુરવઠા પર પણ પડે તેવી સંભાવના જણાઈ રહી છે. તેથી એમ પણ કહેવાઈ રહ્યું છે કે રશિયાએ હવે યુધ્ધમા નિકાસને પણ શસ્ત્ર તરિકે અજમાવવાની શરૂઆત કરી દીધી છે. સાથે જ આવનાર તા 15 મે ના અરસામાં જ્યારે ઘઉંના નિકાસની શરૂઆત થશે ત્યારે રશિયા પોતાના પસંદગીના અને માનીતા દેશોમાં ઘઉંની નિકાસ કરી વિશ્વના ઘઉંના વેપાર પર પકડ મજબુત બનશે સાથેજ ઘઉં ની કીમત નિર્ધારણ માટે પણ રશિયા નિર્ણાયક દેશ તરીકે સાબીત થશે. અવી પરિસ્થિતી વર્ષ 2007મા સર્જાઈ હતી. જ્યારે વિશ્વમાં કુદરતી આફતો, દુકાળ ની અસરોના પગલે વિશ્વમાં ઘઉની અછત સર્જાય હતી. તેવા સમયે રશિયા અને આર્જેન્ટિના જેવા દેશોએ અનાજ ના નિકાસ પર પ્રતિબંધ મૂકી દેતા વિશ્વમાં અન્ન ક્ષેત્રે કટોકટી ભરેલ પરિસ્થિતિનું સર્જન થયુ હતું