Published By : Parul Patel
G20 પ્રમુખપદ માટે ભારત “યોગ્ય સમયે” “સાચો દેશ” છે જણાવ્યુ યુકેના પીએમ ઋષિ સુનકે…
ભારતની વિશ્વમાં નોંધ લેવાઈ રહી છે ,જેમકે યુકે ના પીએમ ઋષિ સુનકે જણાવ્યુ હતુ કે, G20 ના આયોજન અંગે ભારતની પસંદગી યોગ્ય છે. ભારતની વિવિધતા અને તેની અસાધારણ સફળતાઓનો અર્થ એ છે કે G20 પ્રમુખપદ યોજવા માટે “યોગ્ય સમયે” તે “યોગ્ય દેશ” છે, બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે જણાવ્યું હતું કે, તેમણે ગયા વર્ષ દરમિયાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી. તા. 9,10 સપ્ટેમ્બરના રોજ યોજાનારી જી-20 સમિટના થોડા દિવસો પહેલા પીટીઆઈને આપેલા એક ઈન્ટરવ્યુમાં, બ્રિટનના પ્રથમ ભારતીય મૂળના વડા પ્રધાન સુનકે કહ્યું હતું કે, યુકે અને ભારત વચ્ચેના સંબંધો બંને દેશોના ભાવિને નિર્ધારિત કરશે.
“આ દેશનો સ્કેલ, વિવિધતા અને તેની અસાધારણ સફળતાઓનો અર્થ એ છે કે G20 પ્રેસિડન્સી યોજવા માટે ભારત યોગ્ય સમયે યોગ્ય દેશ છે. હું છેલ્લા એક વર્ષમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વને આદર આપું છું અને ભારતને આ પ્રકારનું વૈશ્વિક નેતૃત્વ દેખાડવું અદ્ભુત છે,” એમ પણ ઋષિ સુનકે જણાવ્યુ હતુ…