Published By:-Bhavika Sasiya
- આવનાર 2030 સુધીમાં 150 મિલિયન નોકરીઓ 55 વર્ષથી વધુ ઉમર ધરાવનારાના હાથમાં હશે…..
ભારત સહીત વિશ્વમાં વડીલો વધુ સક્રીય બની રહ્યાં છે. નિવૃતીની વય બાદ પણ વડીલો કોઈને કોઈ કામ કરી રહ્યા છે. તેથીજ સમગ્ર વિશ્વમાં કામ કરતા વૃદ્ધ લોકોની સંખ્યા વધી રહી છે. જો પરિસ્થિતિ આવી જ રહી તો 2030 સુધીમાં 150 મિલિયન નોકરીઓ 55 વર્ષથી વધુ ઉંમરના લોકો પાસે હશે. બેઈન એન્ડ કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 2031માં વિશ્વના G-7 દેશોના કર્મચારીઓમાં 55 વર્ષથી વધુ ઉંમરના લોકોનું યોગદાન 25 ટકાથી વધુ હશે.
અહેવાલ મુજબ, ચીનમાં 65 વર્ષથી ઉપરના વૃદ્ધોની વસ્તી 2050 સુધીમાં બમણી થવાની ધારણા છે. 19 દેશોમાં 40,000થી વધુ લોકો પર કરવામાં આવેલા સર્વે મુજબ 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો આવક સાથે તેમની ઈચ્છા મુજબનું કામ કરવા ઈચ્છે છે. તેઓ એવી જગ્યાએ કામ કરવાનો પ્રયાસ કરે છે જ્યાં તેઓ કમ્ફર્ટેબલ હોય સાથેજ રિપોર્ટ અનુસાર, સૌથી વૃદ્ધ લોકો જાપાનમાં કામ કરે છે. વર્કફોર્સમાં લગભગ 40% વૃદ્ધ લોકો છે. યુએસએ અને યુરોપમાં આ હિસ્સો 25-30% છે. અન્ય એક રિપોર્ટ અનુસાર, ભારતના વર્કફોર્સમાં મોટાભાગના કર્મચારીઓ પણ મધ્યમ વય જૂથના છે. જોકે તેમની ઉંમર વધી રહી છે. ભારતમાં 2016-17માં 42% કાર્યકાળ 40-50 વર્ષનો હતો. જ્યારે 2019-20માં તે વધીને 51 ટકા અને 2012-22માં 57 ટકા થયો હતો. આમ ઉમર વધુ હોવા છતાં વડીલો કાર્યરત રહેવા માંગી રહ્યાં છે.