- વિદેશી રોકાણકારોની રૂ. 1119 કરોડની વેચવાલી
- રોકાણકારોની સંપત્તિમાં રૂ. 4.44 લાખ કરોડનું ધોવાણ : નિફટી 186 પોઇન્ટ તુટયો
ચીન, અમેરિકા, દક્ષિણ કોરિયા સહિતના અન્ય દેશોમાં કોરોનાએ પુનઃ માથું ઉંચકતા વિશ્વમાં આર્થિક કટોકટી ઉદભવવા સાથે મંદીના એંધાણ પ્રબળ બનતા વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં પણ ગાબડા નોંધાયા હતા.
વૈશ્વિક સ્તરે કોરોના પ્રસરતા તેની ચપેટમાં ભારત પણ આવશે તો પુનઃ આર્થિક ગતિવિધીઓ ખોરવાઈ જવાના ભય પાછળ ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે સેન્સેકસ ૬૩૫ પોઇન્ટ તુટીને ૬૧૦૬૭ ની સપાટીએ ઊતરી આવ્યો હતો. જયારે નિફટી ૧૮૬ પોઇન્ટ ગબડીને ૧૮૧૯૯ના મથાળે બંધ રહ્યો હતો.
સેન્સેકસમાં બોલેલા કડાકાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાંથી (બીએસઇ માર્કેટ કેપ) રૂ. ૪.૪૪ લાખ કરોડનું ધોવાણ થતા અંતે રૂ. ૨૮૨.૯૫ લાખ કરોડ રહ્યું હતું. વિદેશી રોકાણકારોએ આજે રૂ. ૧૧૧૯ કરોડની વેચવાલી હાથ ધરી હતી.