Home Bharuch વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ધામધૂમથી ઉજવણી…

વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ધામધૂમથી ઉજવણી…

0

ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ ભરૂચ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી વાલિયા ખાતે કરાઈ.આજે વિશ્વ આદિવાસી દિવસની ગુજરાત સરકાર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ ભરૂચ દ્વારા જિલ્લા કક્ષાવાલીયાની શ્રી રંગ નવચેતન વિદ્યાયલ ખાતે  વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં દીપ પ્રાગટય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું.

વિશ્વ આદિવાસી દિવસ ઉજવણીમાં આદિવાસી કળા, સંસ્કૃતિ, સિદી નૃત્યએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું.ઉજવણીમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, કલેકટર તુષાર સુમેરા, ઝગડીયા તાલુકા પંચાયત પ્રમુખ રીનાબેન વસાવા, નેત્રંગ પ્રમુખ તાલુકા પંચાયત લીલાબેન વસાવા, વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુ વસાવા અને આમંત્રીતો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version