Published By : Aarti Machhi
તાજેતરમા ભાઇબીજનાં પર્વનાં દીવસે પવિત્ર કેદારનાથ યાત્રાધામ શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખી બંધ કરવામાં આવ્યું. યાત્રાધામ બંધ કરવામાં આવ્યું ત્યારે ત્રણ હજારથી વધૂ ભકતો ઉપસ્થીત રહ્યા હતા. ગુરુવારે સવારે ચાર વાગ્યાના અરસામાં ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો હતો.ભગવાન કેદારની ડોલી બહાર આવતાં ભકતોએ દર્શન કર્યાં હતાં.આ વર્ષે પવિત્ર કેદારનાથનાં દર્શન ૧૫ લાખ કરતાં વધુ ભકતોએ કર્યાં હતા. ભગવાન કેદાર નાથની ડોલીનો પહેલો પડાવ રામપુર ખાતે હોય છે તા ૨૮ ઓક્ટોબરે ભગવાનની ડોલી ફાટા થઈ રાત્રી રોકાણ માટે વિશ્વનાથ મંદિર ગુપ્ત કાશીથી નીકળી આશરે ૧૨વાગે શ્રી પંચકેદાર ગાદી સ્થળ એવા ઉખીમથ ખાતે ડોલી પહોંચશે આ દરમીયાન ભકતો દ્વારા ગીતો, ભજનો સતત ચાલી રહ્યા હતા. તંત્ર દ્વારા પણ તમામ ધાર્મિક કાર્યક્રમો અંગે તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી.