Published by : Anu Shukla
મોંઘવારીના સમયમાં ગુજરાતની પ્રજા પર વધુ એક ભાવ વધારાનો બોજ નખાયો છે. હવે રાજ્યની 1.30 કરોડ ગુજરાતીઓના માથે વીજદર વધારાનો બોજો નાખવાની જાહેરાત કરાઈ છે. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) દ્વારા આજે વીજ દર વધારવાની જાહેરાત કરાઈ છે, જેની અસર 1.30 કરોડ ગુજરાતીઓને પડશે.
UGVCLએ વીજ દરમાં 0.25 પૈસાનો ધરખમ વધારો કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત થતાં જ હવે વપરાશ કરનારા ગ્રાહકોના આગામી લાઈટ બિલમાં વીજ દર વધારાની અસર જોવા મળશે. વીજ વપરાશના દરેક યુનિટ માટે લાગુ પડે છે. આ વધારાની અસર તમામ વર્ગના ગ્રાહકોના વીજ બિલ પર પડશે.