Published by : Rana Kajal
- દરિયાઈ વાવાઝોડા અંગે ગુજરાતનાં જિલ્લાઓ અત્યંત સંવેદન શીલ…
વર્ષ 2004 થી 23સુધીના વાવાઝોડાના નામો પણ અચરજ પમાડે તેવા… હાલના દિવસોમાં દરિયાઈ વાવાઝોડાની ધટના કે કુદરતી આફત હવે વધુ પ્રમાણમાં બનવા માંડી છે નોધપાત્ર બાબત એ પણ છે કે લગભગ દરેક દરિયાઈ વાવાઝોડામાં હોટસ્પોટ અરબી સમુદ્ર જ હોય છે. દરિયાઈ વાવાઝોડા ની સંખ્યા જોતા બે દાયકામાં બાવન ટકાનો વધારો થયો છે. જૉકે ઍવુ તારણ પણ સામે આવી રહ્યું છે કે સમુદ્રના વધતા જતા તાપમાન ના પગલે વાવાઝોડાની ઘટનાઓ વધુ બની રહીં છે.. ગુજરાતનાં જૂનાગઢ, સુરત, અમદાવાદ, ભરૂચ, કચ્છ, વલસાડ, ભાવનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, આણંદ, મોરબી નવસારી અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓ વાવાઝોડા અંગે સંવેદન શીલ જિલ્લાઓ છે આ સાથે અત્યાર ત્રાટકેલા વાવાઝોડા કે ચક્રવાતના નામ પણ અચરજ પમાડે તેવા છે જેમકે વર્ષ 2004 માં “ઓનીલ “નામનું વાવાઝોડું, તો વર્ષ2006 માં “મડકા” વાવાઝોડું ફૂંકાયું હતું વર્ષ 2010 માં. “ફેટ” નામનું વાવાઝોડું ફૂંકાયું તો વર્ષ 2014 માં. “નીલોફર” ફુકાયું કેવા કેવા વાવાઝોડા ના નામ … એમ પણ કહી શકાય કે નામ સારા પણ અસર ભયાનક.. તેવીજ રીતે વર્ષ 2015 માં. “ચંપાલા “અને “મેધ” વાવાઝોડું ફૂંકાયું તો 2017 માં “ઓછકી”ફુકાયું હતું સાથે જ વર્ષ 2018 માં “લુબાન” વાવાઝોડાએ તબાહી મચાવી હતી.. તો 2019માં “વાયુ ‘અને “ફાની “નામના વાવાઝોડા ફૂંકાયા હતા અને વર્ષ 2020 મા “નિસર્ગ “તો 2021 માં “તાઉતે” વાવાઝોડા એ વિનાશ કર્યો હતો અને હાલ વર્ષ 2023માં “બિપોરજોય” વાવાઝોડું ફૂંકાઇ રહ્યું છે