વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન જંબુસરની જે.એમ.શાહ કોલેજ આવેલ છે જે કોલેજ ખાતે બી.એસ.સી.ના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓએ કોલેજના સંચાલકોને એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગતતારીખ-૧૧મી એપ્રિલના રોજ પરીક્ષા યોજાઈ હતી જે પરીક્ષાનું પરિણામ ઓનલાઈન વેબસાઈટ મુકવામાં આવ્યું છે પરંતુ ત્યાર સુધી માર્કશીટ નહિ આવતા ૧૦થી વધુ વિદ્યાર્થીઓએ અન્ય કોલેજોમાં એડમીશન લી લીધા છે જેઓ હાલ માર્કશીટના અભાવે અટવાઈ પડ્યા છે ત્યારે કોલેજ અને યુનિવર્સીટી દ્વારા વહેલી તકે માર્કશીટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.