Published by : Rana Kajal
- માત્ર ગુલાબની પાંદડીઓથી રમાતી હોળી, કૃષ્ણ અને રાધાના ગીતોની રમઝટ વચ્ચે 41 માં દિવસે ડોલોત્સવની ઉજવણી
- પુષ્ટીમાંગીય વૈષ્ણવ સમાજની બહેનો અને ભાઈઓ હોળીના 40 દિવસ પહેલાથી જ રસિયાના નામથી કૃષ્ણભક્તિમાં લીન
રાજપીપળામાં વૈષ્ણવ સંપ્રદાય દ્વારા હોળી રસિયામાં માત્ર ગુલાબના ફૂલોની પાંદડીઓનો જ ઉપયોગ કરી ઇકો ફ્રેન્ડલી હોળી માનવામાં આવે છે.
વૃંદાવનમાં જે પરંપરાગત હોળીનો ઉત્સવ હોળીના 40 દિવસ પહેલાથી ઉજવાય છે. તે જ પ્રથાથી નર્મદા જીલ્લાના રાજપીપળા શહેરમાં આજે પણ વૈષ્ણવ સમાજ દ્વારા અનોખી હોળી રમવામાં આવે છે.

રાજપીપળા નગરની પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ મહિલાઓ હાલ કૃષ્ણ ભક્તિમાં લીન થઇ હોળી મનાવી રહી છે. કૃષ્ણએ ચાર સખીઓનું વૃંદ બનાવી ચાલીસ દિવસ સુધી હોળી મનાવી હતી. જેમાં ચોથું એ આ પુષ્ટીમાંગીય વૈષ્ણવ સમાજ અને તેથી જ આ સમાજની બહેનો અને ભાઈઓ હોળીના 40 દિવસ પહેલાથી જ રસિયાના નામથી કૃષ્ણભક્તિમાં લીન થઈ રંગ અને ગુલાલની હોળી મનાવી કૃષ્ણભક્તિ કરે છે.
મુખ્ય તો રશિયામાં કૃષ્ણ ભક્તિનો ભાવ જ હોય છે અને સતત 40 દિવસ સુધી રાજપીપળાના વલ્લભ મંડળ ,વિઠ્ઠલ મંડળ અને યમુના મંડળ ની બહેનો દ્વારા કૃષ્ણ ભક્તિ રૂપી રસિયા ગવાય છે.




