Home News Update વૃક્ષો પર લગાવવામાં આવતા સફેદ કે લાલ કલર જોઈ તમને સવાલ નથી...

વૃક્ષો પર લગાવવામાં આવતા સફેદ કે લાલ કલર જોઈ તમને સવાલ નથી થતો કે આની પાછળનું કારણ ? અહી જાણો…

0

Published By : Disha PJB

વૃક્ષો આપણી અમૂલ્ય સંપતિ છે જે એક નહિ પણ અનેક રીતે દરેકને ઉપયોગી બને છે. પરંતુ વૃક્ષોની એક બાબતને તમે સેંકડોવાર જોઈ હશે પરંતુ તમે એ વાતથી અજાણ જ હશો તો ચાલો જાણીએ: શું તમે ક્યારેય વિચાર્યું કે વૃક્ષો પર કે હમેશા લાલ અને સફેદ પટ્ટા જ શું કામ કરવામાં આવે છે. એ બન્ને રંગ સિવાઈ કેમ બીજો કોઈ રંગ કરવામાં આવતો નથી ચાલો જાણીએ તે પાછળની હકીકત.

ઝાડના નીચેના ભાગમાં કલર કરવાની પદ્ધતિ ખૂબ જ જૂની છે. લીલોતરીવાળા ઝાડને વધુ શક્તિ મળે તેના માટે આવું કરવામાં આવતું હોય છે. વૃક્ષ મોટું થાય એટલે તેના થડમાં તિરાડો પડે છે અને તેની છાલ નીકળવા લાગે છે. જેનાથી વૃક્ષ નબળું પડતું હોય છે. ત્યારે ઝાડને મજબૂત કરવા માટે સફેદ અને લાલ રંગના પટ્ટા મારવામાં આવે છે.

રાષ્ટ્રીય રસ્તાની આજુ-બાજુ લગાવેલા ઝાડને સફેદ કલરથી રંગવામાં આવે છે. જેથી રાતના અંધારામાં પણ તેની ચમકથી વાહન ચાલકોને રોડની ખબર પડે છે. ઉધઈ અને જંતુથી બચાવવા માટે ઝાડને રંગવામાં આવે છે.

ઝાડના થડને તેમાં જીવત થતી નથી અને થડને રક્ષણ પણ મળે છે. કેટલાક સ્થળો પર ઝાડને કલર કરવા માટે માત્ર સફેદ રંગનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ ઘણી જગ્યાએ લાલ અને વાદળી રંગનો પણ ઉપયોગ કરવામાં આવે છે. થડને રંગરોગાન કરવાથી એ વાત સાબિત થાય છે કે વન વિભાગ વૃક્ષની જાળવણી માટે સજાગ છે. અને આ વૃક્ષોને કાપવામાં આવતા નથી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version