Published By : Disha PJB
- મંત્રીઓ અને સાંસદોના બોગસ લેટરપેડ ઝડપાયા બાદ ફરી તપાસ શરૂ…
ટ્રેનની વેઇટિંગ ટિકિટ કન્ફર્મ કરવા માટે સાંસદો અને ધારાસભ્યોના લેટરહેડનો ઉપયોગ કર્યા બાદ હવે રેલવે દ્વારા ફેક્સ સિસ્ટમની જગ્યાએ મેલ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.
ઈસ્ટ-સેન્ટ્રલ રેલવે દ્વારા આ દિશામાં પગલું ભરવામાં આવ્યું છે. ઈસ્ટ-સેન્ટ્રલ રેલ્વે સહિત ઓલ ઇન્ડિયા રેલ્વે સ્તરના મંત્રીઓ, સાંસદો સહિત તમામ મહાનુભાવો માટે હાઈ ઓફિશિયલ્સ (HO) ક્વોટા અંગે આ નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.
ઈસ્ટ-સેન્ટ્રલ રેલવે હેડક્વાર્ટરના વાણિજ્ય વિભાગે તેના કર્મચારીઓની તપાસ શરૂ કરી છે. કોમર્શિયલ સેલમાંથી ફેક્સ સિસ્ટમ હટાવીને હવે મેલ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. જો કોઈપણ મંત્રી, સાંસદ અથવા ધારાસભ્યને HO ક્વોટા જોઈતો હોય તો તેને ઓફિશિયલ મેલ મોકલવો પડશે. તે પછી જ વેઇટિંગ ટિકિટ કન્ફર્મ થશે. જેઓ ઓફિશિયલ મેલ નહીં મોકલે તેમના મેલ બ્લોક કરી દેવામાં આવશે. તે પછી તેમને ફરી HO ક્વોટા નહીં મળે એવી રેલવે તંત્ર દ્વારા જાહેરાત કરવામા આવી છે .