Published By : Disha Trivedi
બીચ પર ફરવાનું મન થાય એટલે સૌ પ્રથમ સહુ કોઈના મગજમાં ગોવા જ સ્ફુરે છે. પરંતુ શું ઓછા સમયમાં અને ઓછા બજેટમાં તમારે બીચની મજા માણવી છે ?
આવો જાણીએ, ગુજરાતના વિશ્વ વિખ્યાત પોરબંદરના સુંદર દરિયાઈ બિચો વિશે…

ચોપાટી બીચ : પોરબંદરની નજીક આવેલ નયનરમ્ય બિચમાંથી એક ચોપાટી બીચ છે જેની સુંદરતા તમને મંત્રમુગ્ધ કરી દેશે.
રંગબાઈ બીચ : પોરબંદરથી 13 કિલોમીટરના અંતરે દરિયા કિનારે રંગબાઈ માતાજીનું મંદિર આવેલું છે. આ સ્થળ પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
માધવપુર બીચ : માધવપુરમાં આવેલું મધવરાયનું મંદિર અને માધવપુરનો મેળો જગવિખ્યાત છે. અહીં સુંદર અને નયનરમ્ય દરિયા કિનારો પણ આવેલો છે.
કુછડી બીચ : જો આપ શાંતિપ્રિય છો અને દરિયા કિનારે કુદરતી સૌંદર્ય વચ્ચે શાંતિની મજા માણ્યા ઈચ્છો છો તો આ બીચ તમારા માટે બેસ્ટ વિકલ્પ સાબિત થશે.
ખીમેશ્વર બીચ : પોરબંદરથી 10 કિલોમીટરના અંતરે ખિમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જે પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે. દરિયા કિનારાનો રમણીય નજરો અને નીરવ શાંતિ તમારુ મન આકર્ષી લેશે.
ટુકડા-મિયાણી બીચ : પોરબંદરથી 33 કિલોમીટરના અંતરે ટુકડા મિયાણી ગામ આવેલું છે. જે તેની દરિયાઈ સુંદરતાના કારણે ઘણું વિખ્યાત છે. પોરબંદર જાઓ તો મુલાકાત અવશ્ય લેશો.