Published By:-Bhavika Sasiya
- વિશ્વમાં ખ્રિસ્તીઓની વસ્તી સૌથી વધુ છે બીજા નંબરે મુસ્લિમ લોકોની વસ્તી છે. વિશ્વના તમામ દેશોમાં મુસ્લિમોની વસ્તી વધતા ઓછા પ્રમાણમાં છે ત્યારે માત્ર વેટિકન સિટી ઍક માત્ર એવો દેશ છે જ્યાં ઍક પણ મુસ્લિમ નથી.
વિશ્વમાં આજના સમયમાં દુનિયાનાં અનેક ધર્મો છે અને તેને માનનારા ઓની સંખ્યા પણ અલગ અલગ છે. જેમ કે દુનિયામાં સૌથી વધુ પાળવામાં આવતો ધર્મ ખ્રિસ્તિ છે. ત્યારબાદ ઈસ્લામનો નંબર આવે છે. ઈસ્લામ ધર્મને માનનારા લોકો મુસલમાન કહેવાય છે. દુનિયામાં આ ધર્મને માનનારો વર્ગ પણ કરોડોની સંખ્યામાં છે. દુનિયાના લગભગ દરેક દેશમાં થોડા ઘણાં મુસ્લિમો મળી આવે છે ત્યારે દુનિયાનો એવો એકમાત્ર દેશ વેટિકન સિટી છે. જે ઓફિશિયલી દુનિયાનો સૌથી નાનો દેશ છે. અહીં તમને એક પણ મુસલમાન જોવા મળશે નહીં. તેનું સૌથી મોટું કારણ એ છે કે અહીં ફક્ત ખ્રિસ્તિ ધર્મગુરુઓનુ શાસન ચાલે છે. આ કારણે અહીં કોઈ પણ મુસલમાન વ્યક્તિ રહેતા નથી. આ દેશમા કોઈ સેના નથી આ યુરોપના દેશ ઈટલીની રાજધાની રોમની અંદર જ વસેલુ છે. આ ઉપરાંત આ દેશની પોતાની કોઈ સેના પણ નથી. આ દેશની રક્ષા ઈટલીની સેના જ કરે છે. દેશની સુરક્ષા માટે સ્વિસ ગાર્ડ્સ તૈનાત કરાયા છે. જે વેટિકન સિટીના લોકોના પાસપોર્ટ અને તેમની નાગરિકતાની જવાબદારી સંભાળે છે. અનેક વર્ષો પહેલા વેટિકન સિટીની રક્ષા કરવા માટે પોપ્સ (ખ્રિસ્તિ ધર્મ ગુરુ) દ્વારા સ્વિસ મિશનરી તૈયાર કરાઈ હતી. વેટિકન સિટી ઓફિશિયલી દુનિયાનો સૌથી નાનો દેશ છે. તેની વસ્તી પણ ખુબ ઓછી છે. વર્ષ 2019ના આંકડા મુજબ અહીં ફક્ત 453 લોકો જ રહે છે. જ્યારે વેટિકન સિટીના અનેક નાગરિકો વિદેશમાં પણ રહે છે. જેમની સંખ્યા આંકડા મુજબ લગભગ 372 છે. ….