Published by : Anu Shukla
- મધુબાલાએ તેની માંદગીને ફિલ્મ ઉદ્યોગથી વર્ષો સુધી છૂપાવી હતી
પોતાના સમયની સૌથી પ્રખ્યાત અભિનેત્રી મધુબાલાને તેમના અંગત જીવનમાં એટલી સફળતા મળી નથી જેટલી તેમને તેમના ફિલ્મી જીવનમાં મળી હતી. કારણ કે, એક સમયે મધુબાલા અભિનેતા દિલીપ કુમાર સાથે ખૂબ જ ગંભીર રિલેશનશીપમાં હતા. લગ્ન પહેલા જ તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. તે જ સમયે, મધુબાલાએ કિશોર કુમાર સાથે લગ્ન કર્યા હતા, પરંતુ કહેવાય છે કે તે તેની અંતિમ ક્ષણ સુધી પ્રેમ માટે ઝંખતી હતી, જે તેને મળ્યો ન હતો.
મધુબાલાનો જન્મ મુમતાઝ જહાન બેગમ દેહાલ્વી તરીકે નવી દિલ્હી, ભારત ખાતે 14 ફેબ્રુઆરી 1933ના રોજ અફઘાનિસ્તાનના મુસ્લિમ પરિવારમાં થયો હતો, મધુબાલાનું નાનપણનું નામ મુમતાઝ બેગમ જહાં દેહલવી હતું. તે પોતાના પેરેન્ટ્સનું અગિયાર બાળકોમાં પાંચમુ બાળક હતા. તેને કુલ 10 ભાઈ-બહેન હતા. પાંચ બહેનોમાં તે સૌથી વધુ કમાતી હતી. તેણે નાની ઉંમરથી ફિલ્મમાં કામ કરવાની શરૂઆત કરી હતી. આ જ કારણે તે સ્કૂલે જઈ શકી નહોતી. તેને ઉર્દૂ આવડતું હતું, પરંતુ અંગ્રેજી આવડતું નહોતું.
જે કાબુલના નવાબી પરિવારનું એક સભ્ય અને મોહમ્મદઝાયના શાહી રાજવંશની એક શાખા હતી, તેમના દાદા-દાદીને અફઘાનિસ્તાનના લશ્કર દ્વારા ભારતમાં દેશવટો આપવામાં આવ્યો હતો.