આવતીકાલે વેલેન્ટાઈન ડે એટલે પ્રેમીઓ માટેનો ખાસ દિવસ. આ દિવસે પ્રેમીઓ એકબીજાને ગુલાબ આપે છે. આ વખતે વેલેન્ટાઈન ડેને ખાસ બનવવા માટે સુરતીવાસીઓએ ખાસ કર્યું છે. ડાયમંડ નગરી કહેવાતા સુરતીઓે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગુલાબ આપશે. પણ આ ગુલાબ પણ સામાન્ય ગુલાબ નહિ હોય. આ ગુલાબ નાનુ પણ નહિ હોય. સુરતના વિદ્યાર્થીઓ પ્રધાનમંત્રીને સોનાના ગુલાબનો બૂકે આપવા જઈ રહ્યા છે. આ માટે તેઓ દ્વારા ખાસ બુકે તૈયાર કરવામાં આવ્યો છે. જેની કિંમત અધધધ છે.
આ વર્ષે દેશના વડાપ્રધાનને ગુલાબ આપી સુરતના વિદ્યાર્થીઓ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરશે. આ રોઝ કોઈ સામાન્ય નહિ, પરંતુ સોનાનું હશે. વિદ્યાર્થીઓ દ્વારા સોનાના ગુલાબનો બુકે બનાવવામાં આવ્યું છે. 152 ગોલ્ડ રોઝનો બુકેમાં સમાવેશ કરવામાં આવ્યો છે.