Published by : Rana Kajal
ચાલુ નાણાકીય વર્ષમા ભારતનો આર્થિક વિકાસ ધીમો પડે તેવી સંભાવના જણાઈ રહી છે. વૈશ્વિક મંદીના કારણે ભારતના આર્થિક વિકાસ પર અસર પડશે એમ ઍક સર્વેમા જણાવવામાં આવ્યું છે… ભારતના આર્થિક વિકાસની અસર સમગ્ર એશિયા અને વિશ્વ પર પડે છે ત્યારે હાલ કરવામા આવેલ સર્વેમા એમ જણાવાયું છે કે હાલની વૈશ્વિક મંદીની અસર ભારતના આર્થિક વિકાસ પર પણ પડશે તેથી ભારતનો આર્થિક વિકાસ ધીમો પડે તેવી સંભાવના છે એટલુજ નહિ પરંતું ક્રૂડના ભાવ આરબીઆઇ ના અનુમાન કરતા સરેરાશ ઊંચા રહેવાની સંભાવના છે આ બાબત ફુગાવા પર દબાણ લાવતા ભારતીય અર્થતંત્ર પર વિપરીત અસર પહોંચાડશે એમ સર્વેમા જણાવાયું છે