- ભારતના ભાગને પાક.-ચીનમાં વોટ્સએપે બતાવ્યા…
વોટ્સએપે નવા વર્ષની પૂર્વ સંધ્યાની ઊજવણીએ એક ટ્વીટ કરી લખ્યું હતું, નવા વર્ષના સંદેશા મોકલવા માટે મધ્ય રાત્રી સુધી રાહ જોવાની જરૂર નથી. અમારું ૨૪ કલાક ચાલનારું લાઈવ સ્ટ્રીમ જૂઓ અને તમારે ક્યારે પાર્ટીનો સંદેશ મોકલવો છે તેનો નિર્ણય કરો. આ મેસેજ સાથે વોટ્સએપે દુનિયાનો નકશો શૅર કર્યો છે. આ નકશામાં ભારતના પાકિસ્તાને પચાવી પાડેલા ભાગને પાકિસ્તાનમાં તથા કેટલાક ભાગને ચીનમાં બતાવવામાં આવ્યા છે.
ભારતનો ખોટો નકશો ટ્વીટ કરવા અંગે વોટ્સએપને ભારત સરકારે ચેતવણી આપી છે. કેન્દ્રીય આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે કંપનીને ચેતવણી આપતાં આ ભૂલ વહેલી તકે સુધારવા કહ્યું હતું. જે પણ પ્લેટફોર્મે ભારતમાં કારોબાર કરવો છે અથવા કરવા માગે છે અને વેપારનો વિસ્તાર કરવા માગતા હોય તેવી કંપનીઓએ આવી ભૂલોથી બચવું જોઈએ અને હંમેશા ભારતના સાચા નકશાનો જ ઉપયોગ કરવો જોઈએ.