Published by : Rana Kajal
મહાભારત ટીવી સીરિયલમાં શકુની મામાનુ પાત્ર ભજવી ખુબ પ્રસિધ્ધિ મેળવનાર અભિનેતા ગુફી પેન્ટલનું નિધન થયુ હતું.. સ્વ ગૂફી પેન્ટલના સ્વજનોના જણાવ્યાં અનુસાર તેઓ 78 વર્ષના હોવાનાં કારણે વય સંબધિત બીમારીઓ ધરાવતા હોવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તા. 5 જૂનની સવારે તેમનું નિધન થયું હતું. સ્વર્ગસ્થનો જન્મ તા. 4/10/1944 ના રોજ પંજાબમાં થયો હતો. તેઓ વ્યવસાયે એન્જીન્યર હતા અભિનય તેમનો શોખ હતો. ખ્યાતિ પ્રાપ્ત હાસ્ય કલાકાર પેન્ટલના તેઓ મોટા ભાઈ હતા