- ‘યાત્રાધામ વિકાસ બોર્ડ’ દ્વારા સીધા નિજ મંદિર પહોંચવા માટે 2 લિફ્ટ બનાવવાનું આયોજન…
શક્તિપીઠ પાવાગઢ જતા દિવ્યાંગો અને સિનિયર સિટીઝનોને મોટી રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. પાવાગઢ જતા ભક્તો હવે ડાયરેક્ટ નિજ મંદિર સુધી પહોંચી શકશે. કારણ કે નિજ મંદિર સુધી પહોંચવા માટે લિફ્ટ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેને પગલે હવે ભક્તો માત્ર 40 સેકન્ડમાં જ મહાકાળી માતાજીના દર્શન કરી શકશે. ‘યાત્રાધામ વિકાસ બોર્ડ’ દ્વારા સરકારની મંજૂરી બાદ લિફ્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લિફ્ટમાં 20 વ્યક્તિઓ બેસી શકશે.છાસિયા તળાવથી મંદિર પરિસર સુધીની લિફ્ટનું ખાતમુહૂર્ત જિલ્લા કલેક્ટર સહિત મંદિરના ટ્રસ્ટીગણના હસ્તે કરવામાં આવ્યું છે. આ અંગેનું કામ અમદાવાદની ખાનગી એજન્સીને સોંપવામાં આવ્યું છે.