Home Bharuch શનિવારી અમાસે ગુપ્ત તીર્થ સ્તંભેશ્વર ખાતે લાખોની જનમેદની ઉમટી

શનિવારી અમાસે ગુપ્ત તીર્થ સ્તંભેશ્વર ખાતે લાખોની જનમેદની ઉમટી

0
  • 12 વર્ષે બનેલા દુર્લભ સંયોગમાં ભક્તો ભોળાનાથના દર્શનાર્થે ઉમટ્યા
  • સ્તંભેશ્વર મહાદેવનો  24 કલાકમાં બે વખત ખુદ સમુદ્ર દેવતા કરે  છે જળાભિષેક

ભરૂચ જિલ્લાના જંબુસર નજીક આવેલા કાવી – કંબોઇના શિવ મહાતીર્થ સ્તંભેશ્વર ખાતે શનિવારે અમાવસ્યા સહિત ૧૨ વર્ષ બાદ યોજાયેલ દુર્લભ સંયોગે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા. લાખોની જનમેદની સ્તંભેશ્વર તીર્થ ખાતે દર્શન અર્થે ઉમટી પડી હતી

શિવપુત્ર કાર્તિકીયએ તાડકાસુરના વધ બાદ પાપમુક્તિ માટે તેઓએ સમુદ્ર કિનારે  સ્તંભેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. જંબુસર તાલુકાનાં કંબોઇ નજીક આવેલ આ તીર્થ સ્થાન સદીઓ સુધી ગુપ્ત રહ્યું  તેથી તેને ગુપ્ત તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજરોજ શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ શનિવાર અને અમાસના દિવસે ભોળાનાથ્ન દર્શન અર્થે લાખોની જનમેદની ઉમટી પડી હતી. આ સ્થાને દરિયામાં આવતી ભરતીના કારણે મંદિરના ગુંબજ સુધી પાણી આવી જાય છે. આ વર્ષે શ્રાવણ માસના અંતિમ શનિવારે અમાવસ્યા , માઘ , નક્ષત્ર , શિવ યોગ સર્જાયો . ૧૨ વર્ષ બાદ આ સંયોગ સર્જાયો છે. સ્કંદપુરાણ મુજબ આ ઉપરાંત શનિવાર, અમાવસ્યા સંક્રાન્તિ અને વ્યતિપાતમાં પુસ્કર નામનો યોગ સર્જાય છે. આવો સંયોગ વર્ષો બાદ સર્જાય છે.સ્કંદપુરાણમાં કરાયેલા ઉલ્લેખ મુજબ સ્તંભેશ્વર તીર્થ ખાતે આ દિવસે શિવપૂજા, સ્નાન, દાન તપ વગેરનું અનેરું મહત્વ છે. ઉપરાંત આ તીર્થ ખાતે કરાયેલું પિન્ડદાન ગયા તીર્થમાં કરેલ પિંડદાન  સમાન ફળદાયક છે. દર્શનાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું હતું અને પોલીસ વિભાગે પણ સૂચરું આયોજન કરી નાખ્યું હતું. મંદિરની બંને તરફ બે બે કિમી સુધી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભક્તોએ સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

(ઈનપુટ : અરવિંદ ભટ્ટ )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version