Published By : Disha PJB
એક અઠવાડિયામાં સાત દિવસ હોય છે અને આ સાત દિવસનું પોતાનું જુદું જુદું મહત્વ હોય છે. આ સાત દિવસો સાથે જોડાયેલ આપણી કોઈ ને કોઈ વિશેષ પરંપરા અને માન્યતાઓ હોય છે. જેનો ઉલ્લેખ આપણા ઋષિ-મુનીઓ એ તો કર્યો જ છે સાથે જ સાથે તેની ચર્ચા આપણા પ્રાચીન વેદોમાં અને જ્યોતિષ શાસ્ત્રોમાં પણ કરવામાં આવેલ છે. હિંદુ ધર્મગ્રંથો મુજબ અઠવાડિયાના દરેક દિવસનું કોઈ ને કોઈ વિશેષ ગ્રહનો પ્રભાવ પૃથ્વી ઉપર પડે છે. જે મુજબ જ આપણે જુદા જુદા કાર્ય કરવા જોઈએ કે ન કરવા જોઈએ.
શું કહે છે વૈદિક વિજ્ઞાન :
આપણે ત્યાં રોજીંદા કાર્યો સાથે જોડાયેલ પણ ઘણી પરંપરાઓ છે. જેમ કે સ્નાન કર્યા પછી જ પૂજા કરવી, જમ્યા પહેલા ન્હાવું, અગ્યારસ માં ચોખા અનાજ ન ખાવા, મંગળવાર અને શનિવાર ના દીવસે વાળ ન કપાવવા વગેરે આવી જ એક ખુબ મહત્વપૂર્ણ અને જરૂરી પરંપરા અને નિયમો માં વાળ કપાવવાની બાબતમાં પણ સ્પસ્ટ સંકેત જોવા મળે છે.
આજના આધુનિક સમયમાં લોકો આ બધી વાતોને અંધવિશ્વાસ કહીને કાઢી નાખે છે. તો તે આપણા વડવાઓ-વડીલો તે નિયમનું પૂરી નિષ્ઠાથી પાલન કરે છે. જેનું આપણે પણ પાલન કરવું જોઈએ, હિંદુ ધર્મ દ્વારા બનવવામાં આવેલ તમામ પરંપરાઓનું કે રીત-રીવાજોનું આપણા વડવાઓ-વડીલો પાલન એમ જ નહોતા કરતા પણ તે પરંપરાઓ અને રીત-રીવાજોની પાછળ એક ચોક્કસ વેજ્ઞાનિક કારણ હોય છે. જેના કારણે જ તે માન્યતાઓ નું પાલન આખો સમાજ કરે છે.
મંગળવાર અને શનિવાર એટલે અઠવાડિયાના સાત દિવસમાંથી બે દિવસે ગ્રહ નક્ષત્રોની દિશા ઠીક નથી હોતી અને તે દિવસોમાં અનંત બ્રહ્માંડથી આવનારી સુક્ષ્મથી સુક્ષ્મ કિરણોનું માનવીના મસ્તિક ઉપર ખુબ જ સંવેદનશીલ અસર પડે છે.
માનવ શરીરની આંગળીઓનો ભાગ તથા માથું ખુબ જ સંવેદનશીલ હોય છે. જેનું એક્શન આપણા કડક નખ અને વાળ કરે છે અને બ્રહ્માંડના સુક્ષ્મ વીકિરણોની પણ અસર સૌથી વધુ તે ભાગ ઉપર જ પડે છે. તેથી આપણા વડવાઓ-વડીલો તથા હિંદુ ધર્મમાં આ દિવસોમાં વાળ કાપવાની અને નખ ન કાપવાનું કહેવામાં આવે છે અને તે કાપવું પૂરેપૂરું અધાર્મિક અને નિંદનીય ગણાવવામાં આવેલ છે, તો તે અઠવાડિયાના પહેલા દિવસે એટલે કે સોમવારે નખ કાપવા શુભ ગણાવવામાં આવેલ છે.