Published By : Parul Patel
ગત્ રોજ મોડી સાંજે ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલ વિવિઘ વિસ્તારોમાં ઉપરા છાપરી ભૂકંપના આંચકાથી લોકોમાં ભય ફેલાઇ ગયો હતો. ભયના પગલે લોકો ઘરની બહાર આવી ગયા હતા.
ગુજરાત અને મહારાષ્ટ્ર ની સરહદ પર આવેલ ઉમરગામ, દાદરા નગર હવેલી વિસ્તારમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું હતું. ઉપરા છાપરી ચાર ભૂકંપના આંચકાઓ આવ્યાં હોવાનુ લોકોએ અનુભવ્યું હતું. 3.6 અને 3.9 ની તીવ્રતાના ભૂકંપના આંચકા નોંધાયા હતા. સૌથી વધુ વલસાડ જિલ્લાનાં તલાસરી ગામના લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. જોકે હજી સુધી ભૂકંપનુ એપિક સેન્ટર જાણવા મળ્યું નથી.