- ઓમકારનાથ ઠાકુર કલાભવન ભરૂચ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક, દુષ્યંતભાઈ પટેલ અધ્યક્ષસ્થાને સમારંભ યોજાયો
- પ્રધાનમંત્રી આવાસનો લાભ મળવા પાત્ર લોકોને લેવા અનુરોધ કર્યો હતો – ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક, દુષ્યંતભાઈ પટેલ
ભરૂચ: પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત તા. ૩૦/૦૯/૨૦૨ર ના રોજ અંબાજી મુકામે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્ હસ્તે આવાસોના ઈ-ગૃહ પ્રવેશ/લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. તેને અનુસંધાને ભરૂચ નગરપાલિકાનો કાર્યક્રમ પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ભરૂચ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક, દુષ્યંતભાઈ પટેલ અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
નગરપાલીકાના ચીફ ઓફિસર દશરથ ગોહિલે સમારંભની પૂર્વ ભૂમિકા બાંધી હતી. કાર્યક્રમમાં પ્રાથમિક શાળાની વિધાર્થીઓએ પ્રાર્થના કરી અને બાદમાં દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમને ખુલ્લો મુકયો હતો.
સમારંભના અધ્યક્ષ અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે વ્યકતવ્ય આપતા કહ્યું કે, સામાજીક સેવાના ભાગ રૂપે ઘરનાં એલોટમેન્ટ આપવામા આવનારા છે. સખી મંડળની વાત કરતાં કહ્યું કે, ગુજરાત રાજય ભારત દેશનું સક્સેસ મોડેલ બન્યું છે. જેનું શ્રેય આપણા લાડીલા પ્રધામંત્રીને ફાળે જાય છે. ઉદારભાવે સરકાર આપણા માટે કામ કરી રહી છે. ત્યારે પ્રધાનમંત્રી આવાસનો લાભ મળવા પાત્ર તમામ લોકોએ લેવા અનુરોધ કર્યો હતો.
અંતે , આપણા આરોગ્યની ચિંતા સરકારને છે તે માટે આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ લઈ ગંભીર બીમારીની સારવાર કરાવી શકાય છે. વન નેશન વન કાર્ડ, ગંગા સ્વરૂપા યોજના વગેરે યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. અને સારા આરોગ્ય માટે 300 બેડની હોસ્પિટલ બની છે. જે ભરૂચની જનતા માટે આશીર્વાદરૂપ બનશે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/10/આવાસ-કી-વિતરણ-1-1024x683.jpeg)
આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ તરીકે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, ઉપપ્રમુખ દિવ્યેશ ભાઈ, તેમજ વિવિધ વિભાગના ચેરમેન, કોર્પોરેટર અન્ય મહાનુભાવો અને પધાધિકારીઓ ઉપરાંત લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે જાહેરમાં પોતાનો પ્રતિભાવ આપતા કહ્યું હતું કે, ભરૂચનાં ચકલા વિસ્તારમાં રહેતા રાણા સરોજ બેન ઠાકોર 28 વર્ષથી એકલા રહે છે. તેમના ઘરની બાજુમાં રેહતા ભાઈના કેહવાથી યોજનાંનો લાભ લેવા ફ્રોમ ભર્યું હતું. ગરીબ સુધી યોજનાનો લાભ મળશે એમ વિચાર્યું નોહતું. મારું પોતાનું પણ ઘર હસે એ ફક્ત સ્વપ્ન જ હતું. પણ હવે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરનું ઘર બન્યું અને હું ધન્ય બની છું.
વધુમાં ભાવવિભોર બનતાં તેમણે ઉમેર્યું કે, શબરીનું નાનું ઘર હતું હવે મંદિર એ બની ગયું. એમ કહી સરકારનો આભાર માન્યો હતો.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/10/આવાસ-કી-વિતરણ-6-1024x683.jpeg)