અંધ શ્રધ્ધામાં ન માનવા અંગે જન જાગૃતિ લાવવા માટે ખુબ મોટું અભિયાન ચાલી રહ્યુ છે તેમ છતાં આ અભિયાનને સફળતા પ્રાપ્ત ન મળી હોય તેમ ઍક વિડિયો વાયરલ થયો છે આ વીડિયોમાં ઍક અનાજનો વેપારી તાંત્રિક પાસે પોતાની મરજીથી તાંત્રિક પાસે માર ખાતો હોય તેમ જણાઈ રહ્યુ છે. મઘ્ય પ્રદેશના ખંડવા વિસ્તારમાં આવી ધટના બની હતી. જેમાં પીપલોદ પોલિસ સ્ટેશનની હદમાં આવતા જૂના પાની ગામ ખાતે બની હતી. જુના પાની ખાતે રહેતાં તાંત્રિક માતારામ બાબા પાસે ઇટાવાના રેત ગામનું ઍક કુટુંબ આવ્યુ હતુ. આ કુટુંબના ગોપાલ નામના એક વ્યક્તિ કે જે અનાજનો વેપારી છે તેના શરીરમાં ભૂત હોવાની શંકાના પરિણામે ગોપાલને તાંત્રિક પાસે લાવવામાં આવ્યો હતો . કુટુંબની વિનંતી અને મરજીથી તાંત્રીક ગોપાલને માર મારી શરીરમાંથી ભૂત કાઢવાની વિધી કરી રહયો હતો. જૉકે કોઈએ વીડિયો ઉતારી વાયરલ કર્યો હતો હજી સુધી આ ઘટના અંગે પોલીસ ફરીયાદ આપવામાં આવી નથી
શરીરમાંથી ભૂત કઢાવવા માટે તાંત્રિક પાસે વેપારીએ વાળ ખેચાવ્યા અને માર પણ ખાધો…
RELATED ARTICLES