અંકલેશ્વરના રેલ્વે સ્ટેશન પાસે આવેલ ટાંકી ફળિયામાં જુગારધામ ચાલી રહ્યું છે જેવી બાતમીના આધારે શહેર પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા ૧૪ હજાર અને ચાર ફોન મળી કુલ ૫૨ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જુગાર રમતા ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતો જુગારી મોહમદ સમીર અબ્દુલ હમીદ શેખ,કાંતિ મણીલાલ વણકર,ધર્મેશ પરમાર,અબ્દુલ જબ્બાર મોહમદ આરીફ મેમણ તેમજ બજરંગી ચૌહાણને ઝડપી પાડ્યો હતો.