Published By : Disha PJB
બટાટા લગભગ દરેક બાળકો નું મનપસંદ ભોજન છે. મેથી, ફૂલગોબી, કોબી, વટાણા, રીંગણ જેવી ઘણી શાકભાજીઓ છે જેની સાથે બટાટા નાખવામાં આવે તો વધારે ટેસ્ટ આવે છે. એટલા માટે બટાટાને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે.
બટાટામાં સારી માત્રામાં ફાઈબર અને વિટામીન સી પણ હોઈ છે. બટાટા માં પુષ્કળ માત્રામાં કાર્બોહાઈડ્રેટ પણ મળી આવે છે જે આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે.
બટાકામાં ફાઈબર અને વિટામિન સી હોય છે, જે આપણા શરીર નું વજન વધારવા માં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ શરીરના વજનમાં વધારો કરવાના ઘટકો છે. જો તમે તમારું વજન ઓછું કરવા ઈચ્છતા હોય તો તમારે બટાટા ખાવાનું બંધ કરવું જોઈએ.
બટાટામાં રહેલા સ્ટાર્ચ અને કાર્બોહાઈડ્રેટ ગઠીયા ના દર્દીઓના સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકશાન કારક સાબિત થાય છે. બટાકામાં કાર્બોહાઈડ્રેટ હોય છે, જે સંધિવાના દર્દીઓ માટે ખૂબ જ નુકસાનકારક છે.
જો તમે બટાકાનું સેવન ખુબ જ વધારે માત્રા માં કરો છો, તો શરીરમાં સોજો અને સાંધાનો દુખાવો જેવી સમસ્યાઓ થાય છે. વૈજ્ઞાનિકોના અનુસાર બટાટાના સેવનથી શરીરના કુદરતી ઇન્ફલેમેટરી ના પદાર્થો ગ્લાઉકોએલાનોઇડ ની માત્રા ખુબ જ વધારે પ્રમાણ માં વધી જાય છે, જે સોજા જેવી સમસ્યાઓને જન્મ આપે છે.