Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateEntertainmentશાકુંતલમ'ની ફાઈનલ કોપી જોઈને ભાવુક થઈ સામંથા….

શાકુંતલમ’ની ફાઈનલ કોપી જોઈને ભાવુક થઈ સામંથા….

Published by : Vanshika Gor

સાઉથ અભિનેત્રી સામંથા રુથ પ્રભુ સતત પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં રહે છે. સામંથા રુથ પ્રભુ અત્યારે પોતાની ફિલ્મ ‘શાકુંતલમ’ને લઈને ચર્ચાઓમાં છે. ફિલ્મ શાકુંતલમ માં સામંથાએ મેનકા અને વિશ્વામિત્રની પુત્રી શકુંતલાની ભૂમિકા નિભાવી છે. તાજેતરમાં જ સામંથાએ ફિલ્મની ફાઈનલ કોપી જોઈ છે અને તે બાદ સામંથા ભાવુક થઈ ગઈ, જેને તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યક્ત કર્યુ છે.

સોશિયલ મીડિયા પર લખી ઈમોશનલ પોસ્ટ

સામંથાએ આગળ લખ્યુ, હું મારા પરિવાર અને દર્શકોની આ ફિલ્મ જોવાની રાહ જોઈ શકતી નથી. જે પણ આ ફિલ્મ જોશે તે આ પ્રેમભરી ભાવનામાં વહી જશે. તમે તમામ બાળકો અમારી જાદુઈ દુનિયાને પ્રેમ કરવા જઈ રહ્યા છો. હુ દિલ રાજુ ગરુ અને નીલિમાને આ શાનદાર યાત્રા માટે ધન્યવાદ કહેવા માગુ છુ. શાકુંતલમ હંમેશા મારી નજીક રહેશે.

સામંથા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે

ફિલ્મ શાકુંતલમ ડાયરેક્ટર ગુણશેખર દ્વારા નિર્મિત અને નિર્દેશિત છે. આ ફિલ્મ હિંદી, તમિલ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે. આ પ્રોજેક્ટ ગુણશેખરની સાથે સામંથાની પહેલી ભાગીદારી છે. આ ફિલ્મની વાર્તા રાજા દુષ્યંત અને શકુંતલાની પૌરાણિક કથાથી પ્રેરિત છે અને મહાકવિ કાલિદાસના સંસ્કૃત નાટક અભિજ્ઞાન શાકુંતલમમાંથી લેવાઈ છે. આ ફિલ્મમાં સામંથા અને દેવ મોહન સિવાય અલ્લૂ અરહા, સચિન ખેડેકર, કબીર બેદી, ડો. મોહન બાબૂ, પ્રકાશ રાજ, મધુબાલા, ગૌતમી, અદિતિ બાલન, અનન્યા નાગલ્લા, જિશુ સેનગુપ્તા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!