Saturday, September 13, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateશારીરિક યોગ્યતા ન હોવા છતાં નોકાદળમાં સામેલ થઈ છતાં યુવાને બધાને ચોંકાવ્યા...

શારીરિક યોગ્યતા ન હોવા છતાં નોકાદળમાં સામેલ થઈ છતાં યુવાને બધાને ચોંકાવ્યા…

Published by : Rana Kajal

  • જાણો કે ગુજરાતના આ આદિવાસી છોકરામાં એવું તે શું ખાસ છે કે નેવીએ સામે ચાલીને નોકરી આપી…

આદિવાસી એવા નિતેશકુમાર રાઠવાની સંઘર્ષ કથા યુવાનોને પ્રેરણા આપી શકે તેમ છે તે કહે છે કે ‘નાનો હતો એ વખતે ગરીબી એવી હતી એક સમયનું જ જમવાનું મળતુ બાકીનો દિવસ ભૂખ્યા રહેતા હતા. પપ્પા મજૂરી કરે અને અમે ચાર ભાઈ ભણતા હતા. એ 4 ભાઈનો ખર્ચ ઉપાડી નહોતા શકતા. આશ્રમ શાળામાં ભણતો ત્યારે પહેલી વાર શાક આવે એમાં જ સબ્જીના બટકા હોય, બીજીવાર તો પાણીમાં જ રોટલો ચોળીને ખાતા. ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ ક્વોટામાં સિલેકટ થયો ત્યાં જમવાની ફેસિલિટી સારી હતી. ઘણીવાર એવું પણ બનતું એક શૂઝની જોડી આખું વર્ષ ચલાવતો. શૂઝના હોય ત્યારે ઇજાઓ ઘણી થતી. પગ મચકોડાઈ જાય. ઘૂંટણમાં દર્દ થાય. વર્ષમાં 3-4 વાર ઇજાઓ થઈ જતી અને બે મહિના બેસી રહેવું પડતુ. રનિંગના શૂઝ ઓછામાં ઓછા 5થી 10 હજાર રૂપિયાના આવે. વર્ષ 2018 બાદથી મેં પણ ઘરેથી રૂપિયા લેવાનું બંધ કરી દીધું. ક્યારેક મિત્રો પાસેથી લેતો. અગાઉ કહ્યું એમ થોડા રૂપિયા ખેલ મહાકુંભમાંથી, બીજા અમારા મેડમ કોચ મદદ કરતા હતા. 22 વર્ષીય યુવાન ગુજરાતના આદિવાસી વિસ્તારમાંથી બહાર નીકળીને આગળ વધ્યો છે અને ખુદ ભારતીય નેવીએ તેને સામેથી નોકરીની ઓફર કરી છે. આ યુવાન છે નિતેશકુમાર રૂપસિંહભાઈ રાઠવા.

છોટાઉદેપુર જિલ્લાના નાનકડા એવા ગામના યુવાને નાનપણમાં જ નક્કી કરી લીધુ હતુ કે ગામના બીજા યુવાનોની જેમ કારખાનાની નોકરી કે મજૂરી નથી કરવી. ત્યાર બાદ તેણે રમતગમતને જ પોતાનું અંતિમ લક્ષ્ય બનાવી દીધું હતું  બોડેલી તાલુકાના કાટકૂવા ગામ સાવ કાચા મકાનમાં રહેતા નિતેશનો પરિવાર મજૂરી અને ખેતી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. જોકે ચોમાસામાં વરસાદ હોય તો ખેતી થાય છે. પાક થઈ જાય તો જાનવરોનો ત્રાસ હોય છે, એટલે કોઈ એ સંભાળવા માટે સતત જાગવું જ પડે. નિતેશના પિતા રૂપસિંહભાઈ કડિયાકામ કરે છે. માતા રયલીબેન ઘરકામ કરે છે. નિતેશ ચારભાઈઓમાંથી ત્રીજા નંબર પર છે. મોટોભાઈ પિતાને મદદ કરે છે અને બાકીના બે ભાઈ કોલેજમાં સ્ટડી કરે છે. જ્યારે નિતેશે બારમું ધોરણ ભણ્યા પછી નેવી જોઇન કરી હતી. હવે તો પિતાએ પણ થાકીને કહ્યું કે બહુ ભણ્યા હવે મારી પાસે પૈસા નથી નિતેશ કહે છે, મારા પિતા કડિયાકામ કરે છે. એમ છતાં જ્યારે પણ જરૂર પડી તેમણે મને મદદ કરી છે. એ પછી એકેડેમીમાંથી મદદ મળી હતી. મારા પ્રિન્સિપાલ મીનાભાઈએ અમને માર્ગદર્શન આપ્યું હતું કે તમે સ્પોર્ટ્સમાં આગળ વધો. એમાંથી તમને નોકરી મળશે.

એક સમય એવો હતો કે મારે શૂઝ લાવવા રૂપિયાની જરૂર હતી ત્યારે માતા-પિતાએ પણ મને કહ્યું હતું કે આટલું ભણી લીધું; હવે બહુ થયું. હવે રહેવા દો. મારી પાસે રૂપિયા નથી. તો મેં કહ્યું કે અત્યારસુધી તમે કડિયાકામ કર્યું, અમે પણ એ જ કરીશું? તમે રૂપિયા નહીં આપો તો કાંઈ નહીં, હું જાતે કઈ કરીશ. એ પછી મારા એક મેડમ પાસેથી રૂપિયા માગ્યા હતા.વર્ષ 2019-20માં નિતેશ એથ્લેટિકમાંથી આંધપ્રદેશના વારંગલ ક્રોસ કન્ટ્રી રમવા ગયો હતો. ત્યાં નેવીના કોચ આવ્યા હતા. મારું પર્ફોર્મન્સ જોઈને તેમણે પૂછ્યું કે તારે નોકરીની જરૂર છે. મેં કહ્યું હા, મારે જરૂર છે. તો તેમણે કહ્યું કે ટ્રાયલ માટે લેટર આવશે. એ લઈને તું આવજે. લેટર આવ્યો, જેમાં આઈએનએસ શિવાજી લોનાવલા ખાતે મને બોલાવ્યો હતો.

વર્ષ 2020ના ફેબ્રુઆરી મહિનામાં ત્યાં ભારતભરમાંથી અમે 7 છોકરા ત્યાં ટ્રાયલ આપવા આવ્યા હતા. અમને કહેવામાં આવ્યું કે જે સારો ટાઈમિંગ આપશે. તેની ભરતી કરવામાં આવશે. એમ હું ફર્સ્ટ આવ્યો અને મારા એકલાનું સિલેક્શન થયું હતું. 10 કિમીની દોડ 31.52 મિનિટમાં પૂરી કરી હતી. મને નેવીમાંથી ઓફર મળી ત્યારે ખબર પડી કે આવી રીતે સ્પોર્ટ્સ ક્વોટામાં ભરતી પણ થતી હોય છે. આર્મીમાં આવું થતું હોય છે એ ખબર હતી, પરંતુ મારી તો હાઇટ પણ ઓછી છે.કોઈ વ્યક્તિ નેશનલ ગેમમાં રમતી હોય અને 1થી 3 નંબરમાં તેને મેડલ મળે ત્યારે આર્મી કે એરફોર્સ વગેરેના કોચ તેમનું ટાઈમિંગ જોઈને જોબ ઓફર કરતા હોય છે. પછી કોલ લેટર ઘરે મોકલે. પછી ટ્રાયલ માટે બોલાવે. એ પછી કેન્ડિડેટનું સિલેક્શન થાય છે. નિતેશ આગળ કહે છે, સામાન્ય રીતે નેવી જોઇન કરવી હોય તો પરીક્ષા લેવાય. મારી કોઈ પરીક્ષા નથી લીધી. હાલ હું સિપાહી છું. થોડા સમયમાં હવાલદાર બની જઈશ. હું સ્પોર્ટ્સ ક્વોટામાં જોડાયો છું આમ શારીરિક યોગ્યતા વગર પણ સેનામાં ભરતી થઈ શકાય પરંતું તેનાં માટે સંઘર્ષ કરવો જરુરી છે…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!