અભિનેતા શાહરૂખ ખાન 4 વર્ષના લાંબા ગાળા બાદ ફરી એકવાર સ્ક્રીન પર કમબેક કરવા જઇ રહ્યો છે. શાહરૂખ ખાનના ફેન્સ પણ તેમની ફિલ્મ ‘Pathaan’ને લઇને ઉત્સાહિત છે. ત્યારે હવે કિંગ ખાને ફિલ્મ Pathaanનું પોસ્ટર પણ શેર કરી દીધુ છે.શાહરુખ ખાને પોતાના સોશિયલ મીડિયા પર ફિલ્મ Pathaanનું પોસ્ટર શેર કર્યું છે. જેમાં શાહરૂખ, દીપિકા અને જ્હોન પહેલીવાર સાથે જોવા મળી રહ્યા છે. આ પોસ્ટરમાં શાહરૂખ ખાનના હાથમાં બંદૂક પકડીને જોવા મળી રહ્યો છે. જ્હોન અને દીપિકા પણ તેમની બાજુમાં બંદૂક સાથે જોવા મળી રહ્યાં છે. આ પોસ્ટરે ફિલ્મને લઈને ચાહકોની ઉત્સુકતા વધુ વધારી દીધી છે.
આ પોસ્ટરમાં અભિનેતાએ લખ્યુ કે, શું તમે તમારી બેલ્ટ બાંધી છે? તો ચાલો યશ રાજ સાથે 50 સાથે મોટા પડદા પર #55DaysToPathaan પઠાનના 55 દિવસની ઉજવણી કરવામાં આવશે. આ ફિલ્મ હિન્દીની સાથે તમિલ તેલુગુમાં 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ પોસ્ટર અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલુગુ સહિત ચાર અલગ-અલગ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવ્યું છે.શાહરૂખ સિવાય, આ પોસ્ટર્સ યશ રાજ ફિલ્મ્સના ઓએસ તરફથી સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવ્યા છે. ‘પઠાન’નું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ દ્વારા કરવામાં આવ્યું છે. કિંગ ખાનને ફરી એકવાર મોટા પડદા પર એક્શનમાં જોવા માટે તેમના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મ હિન્દીની સાથે તમિલ અને તેલુગુમાં 25 જાન્યુઆરીએ રિલીઝ થશે.