Home Delhi શિક્ષકની શીખ ભારે પડી…નોકરી ગુમાવવી પડી…

શિક્ષકની શીખ ભારે પડી…નોકરી ગુમાવવી પડી…

0

Published By:-Bhavika Sasiya

  • દિલ્હીના શિક્ષકે વિદ્યાર્થીઓને શીખ આપી કે ‘ભણેલા-ગણેલા લોકોને જ મત આપજો’, શિક્ષકે આવી અપીલ કરતા નોકરી ગુમાવવી પડી….

દિલ્હીના અનએકેડમીના એક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓને અપીલ કરી કે તે કોઇ ભણેલા-ગણેલાને જ મત આપે. જે બાદ આ શિક્ષકે પોતાની નોકરી ગુમાવવી પડી હોવાની ઘટના સર્જાઈ છે
આ ઘટનાને લઇને રાજકારણ ગરમાયું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ટિકા કરી છે.
વાયરલ વિડિઓ માં અનએકેડમીના એક શિક્ષક કરણ સંગવાને પોતાના વિદ્યાર્થીઓને ભણાવતા દરમિયાન અપીલ કરી હતી કે તે આવતી વખતે કોઇ ભણેલા-ગણેલા રાજનેતાને જ મત આપજો. શિક્ષક એમ કહેતા સંભળાય છે કે, આવતી વખતે કોઇને પણ વોટ આપો તો કોઇ ભણેલા માણસને જ વોટ આપજો જેને કારણે આ બધુ ફરી જીવનમાં ઝેલવુ ના પડે. માત્ર એવા વ્યક્તિને ના ચૂંટતા જેમણે માત્ર નામ બદલવાનું આવતું હોય, માટે તમે યોગ્ય નિર્ણય કરે , કરણ સંગવાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો. કેટલાકે વખાણ કર્યા તો કેટલાકે ટીકા કરી હતી. કરણને નોકરીમાંથી કાઢવામાં આવતા રાજકારણ ગરમાયું છે. જોકે, હવે તેણે અંગે મૌન તોડ્યૂં છે. જેમાં તેણે પોતાનો વિદાય મેસેજ લખ્યો છે. આ ઘટનાને લઇને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નિવેદન પણ સામે આવ્યું છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version