Home News Update My Gujarat શિક્ષકોની આતુરતાનો અંત…માર્ચ માસમા બદલી અંગે મહત્વની બેઠક યોજાશે…

શિક્ષકોની આતુરતાનો અંત…માર્ચ માસમા બદલી અંગે મહત્વની બેઠક યોજાશે…

0

Published by : Anu Shukla

ગુજરાત રાજયના પ્રાથમિક વિભાગના શિક્ષકો બદલી અંગેની કાર્યવાહી માટે આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે ત્યારે તેમની આતુરતાનો અંત આવી રહયો છે આવનાર માર્ચ માસમા બદલી અંગે મહત્વની બેઠક યોજવામાં આવશે ઍવી જાહેરાત કરવામા આવી છે…
ગુજરાત રાજ્યના પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલી અને ભરતી અંગે માર્ચેમાં મહત્વની બેઠક યોજાશે.
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલી અને ભરતી અંગે વિવાદ ચાલી રહ્યો છે. હવે આ મામલે સરકાર નિર્ણય લઈ શકે છે. આ માટે આગામી માર્ચ મહિનામાં એક મહત્વની બેઠક યોજાશે.

રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોની ભરતી અને બદલી અંગે નિયમો બદલાઈ શકે છે. પ્રાથમિક શિક્ષકોની ભરતી અને બદલીનો નિવેડો લાવવા માટે સરકારે 15 સભ્યોની કમિટી બનાવી છે. આ કમિટીની ગાંધીનગર ખાતે આગામી માર્ચે બેઠક યોજાશે જેમા પ્રાથમિક શિક્ષકોની બદલી તેમજ નવી ભરતી માટેના નવા નિયમ અંગે નિર્ણય લેવાઈ શકે છે.ગુજરાત હાઈકોર્ટમાં અલગ અલગ જોગવાઈઓમાં 250 કરતા પણ વધારે પીટીશન કરવામાં આવી છે. આ પીટીશનમાંથી 117 જેટલી પેન્ડિંગ કરવામાં આવે છે. આ કારણે રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની આંતરિક જિલ્લા ફેરબદલી કેમ્પ મોકૂફ રાખ્યા હતા. રાજ્ય સરકાર માટે શિક્ષકોની બદલીના કેમ્પ જાણે માથાનો દુખાવો સમાન થઈ ગયો છે. ગત વર્ષે શિક્ષકોની બદલીના સુધારેલા ઠરાવ સામે શિક્ષકોએ વાંધો ઉઠાવ્યો હતો. આ ઠરાવ સામે શિક્ષકોએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. હવે આ ઠરાવોમાં પણ ફેરફાર થવાની સંભાવના છે. આ માટે ગાંધીનગર ખાતે ગત શુક્રવારે એક કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેટલાક સૂચનો આપવામાં આવ્યા હતા. આગામી સમયમાં નવો નિયમ આવી શકે છે તેના પર શિક્ષકોની બદલી તેમજ ભરતીનો આધાર રહેશે. એમ જાણવા મળેલ છે

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version