Published by : Rana Kajal
- ધો.1થી પાંચ ના શિક્ષક પાત્રતાનું માત્ર 3.78 ટકા પરિણામ…
ધોરણ 1થી 5 ના શિક્ષક પાત્રતા કસોટી ટેટ -1 નુ કંગાળ 3.78ટકા પરિણામ આવ્યું હતું. આ પરીક્ષા માટે 86,028 ઉમેદવાર નોંધાયા હતા. જે પૈકી માત્ર 2769 ઉમેદવાર જ કવોલીફાય થયા છે. અત્રે નોંધવુ રહ્યું કે શિક્ષક બનવા માટે ટેટ -1 પરીક્ષા પાસ કરવી ફરજીયાત છે. ત્યારે આવુ કંગાળ પરિણામ આવતાં હવે શિક્ષક ભરતી પક્રિયા માં અડચણો ઉભી થાય તેવી સંભાવના જણાઈ રહી છે. હાલમાંજ પ્રાથમિક શિક્ષણ અંગે એટલે કે ધોરણ 1થી 5 માં વિધાર્થીઓની સંખ્યા સામે શિક્ષકોની સંખ્યા ઓછી છે હવે ટેટ -1 પરીક્ષાનુ આવુ કંગાળ પરિણામ આવતાં શિક્ષકોની ઘટ વધશે એમ જણાઈ રહ્યું છે.